Sports

બિગ બેશ લીગ: બોલરોનો તરખાટ, ઓસ્ટ્રેલીયાની આ ટીમ માત્ર 15 રનમાં સીમિત થઇ…

સિડની : ઓસ્ટ્રેલિયાની (Australia) ડોમેસ્ટિક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ બિગ બેશ લીગમાં (Big Bash League) આજનો 16 ડિસેમ્બર શુક્રવારેનો દિવસ ખરેખર ઐતિહાસિક રહ્યો છે. કારણકે આ દિવસ સિડની થંડર્સ (Sydney Thunders) ટીમ માટે અત્યંત શરમજનક પણ સાબિત થયો છે. આ મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ (Adelaide Strike) ટીમના બોલરોએ એકદમ તોફાની પ્રદર્શન કરીને તરખાટ મચાવી દીધો હતો . તેની સામે સિડનીની ટીમ 15 રનમાં સમેટાઈ ગઈ હતી. ટી20 ક્રિકેટના ઈતિહાસનો આ સૌથી નાનો સ્કોર પણ છે. આ મેચ બિગ બેશ લીગની વર્તમાન સિઝનની પાંચમી મેચ હતી જે સિડની થંડર્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી. સિડનીના મેદાન પર રમાયેલી આ મેચમાં એડિલેડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 139 રન બનાવ્યા હતા.

બોલર હેનરી અને એગરે તરખાટ મચાવ્યો હતો
ફાસ્ટ બોલર હેનરી અને એગરનો જાદુ જોઈને લાગતું હતું કે સિડનીની ટીમ આસાનીથી મેચ જીતી જશે પરંતુ તેના બધા પાસા ઊધા પડ્યા હતા. ફાસ્ટ બોલર હેનરી થોર્ટન અને વેસ એગરે એડિલેડ ટીમ માટે તોફાની બોલિંગ કરી હતી અને સિડનીના બેટ્સમેનોને સંપૂર્ણપણે હક્કાબક્કા કરી દીધા હતા.બન્ને બોલરોએ 9 વિકેટો ઝડપી હતી. અને સિડનીની આખી ટીમને 5.5 ઓવરમાં તંબુ ભેગા કરી દીધા હતા. અને આ રીતે એડીલેડ સ્ટ્રાઈકસે 124 રનોથી જીત મેળવી લીધી હતી.મેચમાં હેનરીને પ્લેયર ઓફ થી મેચ તરીકે ઘોષિત કરાયો હતો. તેમણે 2.5 ઓવરમાં માત્ર ૩ રન આપીને 5 વિકેટો ઝડપી લીધી હતી જયારે એગરે 2 ઓવરમાં 6 રન આપી 4 વિકેટ લીધી હતી.

ખેલાડીઓનો સ્કોર મોબાઈલ નંબર જેવો લાગ્યો
સિડની ટીમના એકપણ ખેલાડી ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. આ તમામ ખેલાડીઓનો સ્કોર મોબાઈલ નંબર જેવો લાગે છે. તમામ 11 ખેલાડીઓએ અનુક્રમે 0, 0, 3, 0, 2, 1, 1, 0, 0, 4, 1 રન બનાવ્યા. આ સ્કોર જોઈને સમજાઈ ગયું હશે કે સિડની ટીમના બંને ઓપનર એલેક્સ હેલ્સ અને મેથ્યુ ગિલકેસ ખાતું પણ ખોલાવી શક્યા નથી.

સિડનીની ટીમે બનાવ્યો શરમજનક રેકોર્ડ
સિડની થંડર્સે T20 ક્રિકેટમાં 15 રનના આ સ્કોર સાથે શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. સિડનીની ટીમ ટી20 ફોર્મેટમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે તુર્કીની ટીમનો ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તુર્કીની ટીમે 30 ઓગસ્ટ 2019ના રોજ ચેક રિપબ્લિક સામે મેચ રમી હતી. આ મેચમાં તુર્કીની ટીમ 8.3 ઓવરમાં 21 રનમાં સમેટાઈ ગઈ હતી.

Most Popular

To Top