National

ગવર્મેન્ટના આ સર્વરને હેક કરતા પહેલા આપી હતી ચેતવણી: હેર્કસો ઈ વેબસાઈટમાં કરવાના હતા ઘૂસપેઠ

નવી દિલ્હી: દેશમાં સાયબર હુમલાના (Cyber Attacks) કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. હાલમાં જ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈ-હોસ્પિટલ સર્વર (E-Hospital Server) પર મોટો સાયબર હુમલો થયો હતો. વિદેશના હેકર્સ (Hackers) દ્વારા AIIMSનો મોટા પાયે ડેટા ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને દિલ્હી પોલીસે તાબડતોડ પોલીસ ફરિયાદ પણ દાખલ કરીને વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ સાયબર અટેક અંગે તપાસ કરવામાં માટે અહેવાલો મંગાવ્યા હતા. જોકે ગવર્મેન્ટ વેબસાઈટ ઉપરનો આ પહેલો મોટો મામલો નથી રહ્યો.ચોરી કરવામાં આવેલા આ ડેટા ડાર્ક વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે.જે ખરીદી પણ શકાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઇટને હેક કરવાનો થયો હતો પ્રયાસ
ગયા મહિનાની શરૂઆતમાં નવી દિલ્હીમાં આયોજિત ત્રીજા આંતરરાષ્ટ્રીય ‘નો મની ફોર ટેરર’ મંત્રી પરિષદ માટે તૈયાર કરવામાં આવેલી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઇટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હેકિંગ હુમલા પહેલા હેકર્સોએ ચેકિંગની ચેતવણી આપી હતી. અને ત્યારબાદ ‘નો મની ફોર ટેરર’https://nmftindia.gov.in/ વેબસાઇટ પર સાયબર હુમલા રોકવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરિણામે હેકર્સના અનેક પ્રયાસો કર્યા હોવા છતાં હેકર્સ આ વેબસાઈટમાં ઘૂસી શક્યા નથી.

‘સ્વચ્છ ભારત’નું ટ્વિટર એકાઉન્ટ પણ સાયબર હુમલાનો શિકાર બન્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર વેબસાઈટ તૈયાર થઈ તે દરમિયાન અને પછી સાઈબર એટેકનો પ્રયાસ થયો હતો. ચાર-પાંચ દિવસ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએએ વેબસાઈટને સુરક્ષિત રાખવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી હતી. હેકર્સ દ્વારા વારંવારના પ્રયાસો છતાં, ‘NMFT’નો ભંગ થઈ શક્યો નથી. વેબસાઈટની સુરક્ષા વ્યવસ્થા દર કલાકે અપડેટ થઈ રહી હતી. AIIMS સર્વર પર હુમલા બાદ કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલય અને ‘સ્વચ્છ ભારત’નું ટ્વિટર એકાઉન્ટ પણ સાયબર હુમલાનો શિકાર બન્યું છે. કેટલાંક કલાકો સુધી બંને વિભાગોનું ટ્વિટર ક્રિપ્ટો અને સુ વોલેટ ‘જોઇન ટેસ્ટનેટ ગોટ એરડ્રોપ’ના સંદેશાઓથી છલકાઈ ગયું હતું.

સાયબર સ્પેસ એ આતંકવાદ સામેની લડાઈનું મુખ્ય ક્ષેત્ર છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘NMFT’ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આતંકવાદી જૂથો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સાયબર સ્પેસને સારી રીતે સમજે છે. તેઓ જનતાની સંવેદનશીલતાને પણ સમજે છે અને તેથી તેનો ઉપયોગ કરે છે. આજે આતંકવાદ સામેની લડાઈમાં સાયબર સ્પેસ એક મુખ્ય યુદ્ધભૂમિ છે. હથિયારોની ટેકનોલોજીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે અને 21મી સદીની ઘાતક ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજી હવે આતંકવાદીઓ પાસે પણ ઉપલબ્ધ છે. નાર્કોટિક્સ, ક્રિપ્ટો કરન્સી અને હવાલા જેવા સંગઠિત ગુનાઓ સાથે આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોની વધતી જતી કડીઓ આતંકવાદી ધિરાણની શક્યતાઓને અનેક ગણી વધારે છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ અને આતંકી ધિરાણની તમામ ચેનલોને ઓળખવાનો અને આતંકવાદી ધિરાણ સામે વ્યવહારુ અને કાર્યક્ષમ રોડમેપ તૈયાર કરવાનો છે. તમામ દેશોની કાઉન્ટર ટેરર ​​અને ટેરર ​​ફાઇનાન્સિંગના ક્ષેત્રોમાં કામ કરતી એજન્સીઓ અને તેમના અધિકારીઓએ લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવવી પડશે.

Most Popular

To Top