Charchapatra

રાજ્યોના પ્રજાલક્ષી નિર્ણયો પર ધ્યાન જરૂરી છે

દેશના ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા અને રાજસ્થાન સરકારના નીચેના નિર્ણયો પ્રજાલક્ષી હોઈ નોંધપાત્ર ગણી શકાય. (1) ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશમાં અપરાધીઓ પર દાખલારૂપ ત્વરિત કાર્યવાહી થાય છે. જેના પરિણામે અપરાધીઓ રાજ્યને છોડવા મજબૂર થયા છે અથવા અપરાધ છોડવા મજબૂર બન્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે 168 ખૂંખાર અપરાધીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે અને ઓપરેશન લંગડા હેઠળ ચાર હજાર અપરાધીઓને લંગડા કરાયા છે. (2) ગુજરાત : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળ હાલમાં અપાતી રૂપિયા પાંચ લાખની સહાયની રકમ વધારીને ડબલ 10 લાખની કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કરેલ છે.

(3) ઓડિસા : ઓડિસા સરકારે પોતાના રાજ્યના તમામ 57 હજાર કોન્ટ્રાકટ કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત રાજ્યના શાંત અને બિનવિવાદાસ્પદ મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકના 76માં જન્મદિને કરેલ છે અને કોન્ટ્રાકટ સીસ્ટમને જ સમાપ્ત કરેલ છે. (4) રાજસ્થાન : તામિલનાડુના જ્યલલિતાના સુવિખ્યાત આજના કેન્ટીનની જેમ રાજસ્થાને માત્ર રૂા. આઠમાં પૌષ્ટિક અને ગુણવત્તાયુકત ખોરાક યોજના જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્લેટ દીઠ રૂપિયા 17ની ગ્રાન્ટ સાથે રાજ્યમાં 951 ઈન્દિરા રસોઈઘર કાર્યરત કરેલ છે. આમ ઉપરોક્ત ઉતરપ્રદેશનો કાયદા-વ્યવસ્થાનો ગુજરાતનો નાગરિકોના આરોગ્યના હિતનો, ઓડિસાનો કર્મચારીના હિતના તેમજ રાજસ્થાનનો ગરીબોને સસ્તામાં જમાડવાનો નિર્ણય આવકાર્ય હોઈ અભિનંદનને પાત્ર છે. દેશનાં દરેક રાજ્યો જો અન્ય રાજ્યોના લીધેલા આવા સારા અને અમલમાં મૂકશે તો પોતાના રાજ્યોનાં નાગરિકો માટે ઉપકારક બની રહેશે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top