Charchapatra

ગાંધી સ્થાપિત ‘વિદ્યાપીઠ’માંથી ગાંધી મૂલ્યોની અવહેલના

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રીએ ગાંધીજીએ સ્થાપિત ડિસેમ્બર-22ની મધ્યમાં લીધી. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત થતાં જ ઓચિંતી મુલાકાત લીધી. વાસ્તવિક પરિસ્થિતિ નજરે નિહાળીને ગાંધીજીના આદર્શોને તેમણે જોઈ વરેલી એવી ગાંધી મૂલ્યોની-સ્વચ્છતાની સરેઆમ અવહેલના થતી ઠેરઠેર ગંદકી જોઈને તેઓ દુ:ખી થઈ ગયા. ઓરડાઓ અને બારી બારણાઓમાં બાવાના પાળાઓ, જાજરૂ, બાથરૂમ અને વૃક્ષો ઊગી નીકળેલ, રમતગમતનાં સાધનો ધૂળ ખાતાં અને જ્યાં ને ત્યાં કચરાના ઢગ જોઈને તેઓ દુ:ખી થઈ ગયા. જાતે જ પાવડો લઈને ઘાસ દૂર કરવાનું ચાલુ કરી દીધું.

દરમ્યાન અમદાવાદ મહાનગરપાલિકાનાં 25-30 સફાઈ કામદારોને સાથે રાખીને તથા જેસીબી મશીન તથા ટ્રકો અને ટ્રેકટરો દ્વારા સાત દિવસમાં 594 મે. ટન કચરો અને ભંગારનો નિકાલ કરવામાં આવ્યો. 80 હજાર લી. પાણીનો છંટકાવ કરીને ઝાડીયા ઉપરની ધૂળ વ. દૂર કરીને 20 ટ્રક મારી નાંખીને બગીચાને નવપલ્લવિત કર્યો. રમતના મેદાનને ઘાસ દૂર કરીને સમતળ કરીને રળવા યોગ્ય કરવામાં આવ્યું. જ્યાં 1400 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય તે સ્થાન સ્વચ્છ અને ચોખ્ખું હોવું જોઈએ.

તેઓએ કહ્યું કે, ‘‘સ્વચ્છતા માટે આદતની જરૂર છે. એ માટે કોઈ મોટી ગ્રાન્ટની જરૂર નથી હોતી. ગંદકીના કારણે માંદગી પણ આવી શકે છે. પરદેશીઓ આ બધું જુએ છે ત્યારે દેખા તું હોય? સંસ્થાના કર્મચારી અને વિદ્યાર્થીઓની ફરજ બને છે કે હાલની સ્વચ્છતા સતત જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવામાં આવે અને આપણી નાની મોટી સંસ્થા કે કચેરી, દુકાન, ઘર, વગેરેને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીએ. અગાઉ રાજ્યપાલશ્રીએ રાજ્યભવનમાં કામ વગર વીજળીનો ઉપયોગ બંધ કરવા જણાવેલ. જેના પરિણામે વીજળીનું બીલ અડધું આવેલ. આ વાતનો પણ આપણે અમલ કરવો જોઈએ.
ગાંધીનગર- ભગવાનભાઈ ગોહેલ           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતમાં શિક્ષણની ઊણપ
સુરત આપણી બાન અને શાન છે. પણ હજુ સુરતને ઘણું જોઇએ છે. શિક્ષણ ક્ષેત્રે સુરત અમદાવાદ અને વડોદરાથી ઘણું પાછળ છે. સુરત સાથે દરિયાકિનારો જોડાયેલો છે. સુરતમાં શિક્ષણ બિઝનેસ પણ ચાલે છે અને હજુ એમાં વિકાસ થશે, પણ આના માટે સુરતને શીપીંગ એન્જિ. અને મરીન એન્જિ. કોલેજની ખૂબ જ જરૂર છે. સુરતને મ્યુઝીક કોલેજની જરૂર છે. સુરતમાં ઘણા મ્યુઝીકમાં રુચિ ધરાવતા છોકરાઓ છે. જે પોતાના અભિવ્યક્તિ મ્યુઝિક શીખીને કરી શકે. સુરત ઇન્ડસ્ટ્રીયલ હબ છે. આ ઇન્ડસ્ટ્રીઝને મીકેનીકલ  ટુલ્સને લગતા નાના કોર્ષની ખૂબ જ જરૂર છે. જેથી આના અભ્યાસ પછી આસાનાથી નોકરી મળી રહે અને હવે તો સુરતને આપણા શિક્ષણ મંત્રી પણ મળ્યા છે. તેઓની આના પર ધ્યાન કેન્દ્રિત કરી સુરતને શિક્ષણમાં આગવું સ્થાન આપવી શકે.
સુરત     – તુષાર શાહ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top