National

જમ્મુ કશ્મીરના પુલાવામાં હુમલો: મજૂરોને નિશાન બનાવી ગ્રેનેડ ફેંકાયો, એકનું મોત અને બે ઘાયલ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પુલવામામાં આતંકીઓએ હુમલો (Attack) કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવાને એકવર્ષ પૂર્ણ થતાં પહેલા જ આતંકવાદીઓએ અહીં કામ કરતા બિન-કાશ્મીરી મજૂરો (Laborers) પર આ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો અને આ ઘટનામાં એક મજૂરનું મોત (Death) થયું છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં જે મજૂરનું મોત થયું છે તે બિહારમાં રહેતો મુસ્લિમ વ્યક્તિ છે. ઘાયલોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આવતીકાલે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ચાર વર્ષ પૂર્ણ થશે તેની પહેલા જ આવી ઘટના ધટી છે. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી. મૃત્યુ પામેલા કામદારની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. તે બિહારના સાકવા પારસાનો રહેવાસી હતો. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે બંને ઘાયલો પણ બિહારના રહેવાસી છે. તેમના નામ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ છે અને તે બંને બિહારના રામપુરના છે. પોલીસનું કહેવું છે કે બંનેની હાલત સ્થિર છે.

આ પહેલા ગુરુવારે દિવસે પાકિસ્તાનમાં બનેલી ‘ટૂલ કીટ’નો પર્દાફાશ થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટૂલ કિટ પાકિસ્તાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવા માટે તૈયાર કરી હતી. જેમાં 5 ઓગસ્ટે પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. મળતી માહિતી મુજબ પાકિસ્તાની એજન્સીઓ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહી છે. તેની આડમાં તે ભારતને બદનામ કરવાના ષડયંત્રમાં લાગેલી છે.

Most Popular

To Top