SURAT

૩૫ આર્મીના જવાનોનું મેડિકલ ચેકઅપ કરાવવાનું કહી ૩ લાખની છેતરપિંડી

સુરતઃ આર્મીના નામે ખોટી ઓળખ આપીને કુલ ૩૫ આર્મીના જવાનોનું (Army personnel) મેડિકલ ચેક અપ (Medical check Up) કરાવવાનું કહી ઓનલાઈ (Online) ન ૩ લાખની છેતરપિંડીનો ભોગ બનનારાઓને સાયબર ક્રાઇમે ૨.૫૦ લાખ પરત અપાવ્યા હતા.સાયબર ક્રાઇમ પોલીસમાં આર્મીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી કુલ-૩૫ આર્મીના જવાનોનું મેડિકલ ચેકઅપ કરાવવાનું જણાવી ઓનલાઇન 3 લાખની છેતરપિંડી કરી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમમાં લોકરક્ષક હાર્દિક ધર્મેન્દ્રભાઇએ ટ્રાન્ઝેક્શનની વિગત ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટીએ ભોગબનનારના બેંક ખાતામાંથી બીલડેસ્ક કંપનીના પેમેન્ટ ગેટ વે મારફતે એચડીએફસીના ત્રણ અલગ અલગ ક્રેડીટ કાર્ડમાં ક્રેડિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદ ટેકનીકલ વર્કઆઉટ કરી બેંક ક્રેડિટકાર્ડ કંપનીના નોડલ ઓફિસર તથા બીલડેસ્ટ કંપનીના નોડલ ઓફિસરને ઇ-મેઇલ દ્વારા નોટિસ પાઠવી હતી અને ઉપડી ગયેલી રકમને સ્ટોપ કરી રિફંડ કરવા કહ્યું હતું. બાદમાં 13 તારીખે બેંકના નોડલ ઓફિસરનો રિપ્લાય આવતા કુલ 2.50 લાખ સ્ટોપ કરી પરત અપાવ્યા હતા.

મહિધરપુરાનો બેકાર યુવક સરથાણા ડી-માર્ટમાંથી ચોરી કરતા ઝડપાયો

સુરત: મહિધરપુરા ખાતે રહેતો બેકાર યુવક ગઈકાલે સાંજે સરથાણા ડી-માર્ટમાંથી ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી, એનર્જી ડ્રીંક, રૂમાલની ચોરી કરતા પકડાયો હતો. સરથાણા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી હતી.મોટા વરાછા ખાતે નાથુનગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય ભાવેશ ભીમાજી સાગરાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં હર્ષદ જયંતી જરીવાલા ) સામે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે સાંજે આ યુવક ખરીદી માટે આવ્યો હતો.

પૂછપરછ કરતાં તે હાલ બેકાર હોવાનું જણાવ્યું હતું
જો કે, યુવાને કર્મચારીઓની નજર ચૂકવી ઘી, ચીઝ, પનીર, બોડી લોશન, ફેસ વોશ, રૂમ ફ્રેશનર, કેડબરી, એનર્જી ડ્રીંક, રૂમાલ મળીને રૂ.2744ની મત્તાની ચોરી કરી હતી. સ્ટોરના સંચાલકોને જાણ થતાં તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તે હાલ બેકાર હોવાનું જણાવ્યું હતું. ગયા અઠવાડિયે પણ સરથાણા યોગીચોક સ્થિત ડી-માર્ટમાં ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120ની મત્તાના ઘીનાં પાંચ પેકેટની બે યુવાને ચોરી કરી હતી.

Most Popular

To Top