World

આ દેશમાં લાઇવ શો દરમિયાન સશસ્ત્ર લોકો ટીવી સ્ટુડિયોમાં ઘૂસ્યા, પછી થયું આવું…વીડિયો

નવી દિલ્હી: ઇક્વાડોરમાં (Ecuador) માસ્ક પહેરેલા લોકો એક ટેલિવિઝન (T.V) ચેનલના સેટમાં પ્રવેશ્યા હતા. તેઓએ લાઇવ શો (Live Show) દરમિયાન બંદૂકો (Guns) અને વિસ્ફોટકો (Explosives) દ્વારા ધમકાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે દેશના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ તરત જ હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો (Military Action) આદેશ આપ્યો હતો. તેમજ જાહેરાત પણ કરી હતી કે દેશ ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’ (Internal armed conflict) માંથી પસાર થઇ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઇક્વાડોરમાં કેટલાક બંદૂકધારીઓ ટીવી સ્ટુડિયોના લાઈવ પ્રોગ્રામમાં ઘૂસી ગયા હતા. તેમજ લોકોને ધમકાવવા લાગ્યા હતા. જ્યારે ટીવી સ્ટેશન ટીસીનો લાઇવ પ્રોગ્રામ ચાલુ હતો. ત્યારે માસ્ક પહેરેલા સશસ્ત્ર માણસોએ બંદૂકોની નિશાની કરી કર્મચારીઓને ફ્લોર પર બેસવા કહ્યું હતું. દરમિયાન ગોળીઓનો અવાજ પણ સંભળાયો હતો. સમગ્ર મામલો શો લાઇવ હોવાને કારણે પ્રસાારીત થઇ ગયો હતો. તેમજ તેના સીસીટીવી ફુટેજ પણ સામે આવતા ચકચારી મચી ગઇ છે.

શો લાઇવ થયા બાદ બદમાશોએ લોકોને પોલીસને ન બોલાવવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આ સમગ્ર કાર્યક્રમને બંઘ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ અન્ય ચેનલે ટીવી સ્ટેશન TCની બહારની તસવીરો બતાવી હતી. જેમાં પોલીસ જોવા મળી રહી છે. આ સાથે જ સ્ટેશનની બહાર સ્પેશિયલ યુનિટ તૈનાત કરવામાં આવ્યું હતું.

લોકોમાં ખળભળાટ મચી ગયો
બંદરીય શહેર ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝનના સ્ટુડિયોમાં કેટલાક લોકો બંદૂક સાથે ઘૂસી બૂમો પાડવા લાગ્યા હતા કે તેમની પાસે બોમ્બ છે. તેમજ પાછળથી ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાઇ રહ્યો હતો. ગોળીબારના અવાજ વચ્ચે એક મહિલા કહેતી સંભળાતી હતી ‘ગોળી ના ચલાવો, પ્લીઝ ગોળી ના ચલાવો.’

ઘૂસણખોરોએ લોકોને જમીન પર સૂવા માટે કહ્યુ અને સ્ટુડિયોની લાઇટ બંધ કરી હતી. ત્યાર બાદ ઘણાં લોકોની પીડાથી ચીસો પાડતા સંભળાઇ હતી. જોકે લાઇવ પ્રસારણ ચાલતુ રહ્યું હતું એટલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે સ્ટેશનના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે નહીં. દરમિયાન, ટીસી કર્મચારીએ વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું કે માસ્ક પહેરેલા લોકો પ્રસારણમાં છે. તેઓ અમને મારવા આવ્યા છે.

નોંધનીય છે કે એક માથાભારે ગેંગના સભ્યોના જેલમાંથી ભાગી જવાને પગલે રવિવારે એક્વાડોરમાં અનેક હુમલા કરવામાં આવ્યા હતા. તેમજ ગેંગે યુદ્ધની જાહેરાત કરી હતી. તેના થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિએ દેશમાં ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’ની જાહેરાત કરી હતી. તેમજ સ્થિતિ બગડતી જોઈને રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરશે. આ સાથે જ સોમવારે નોબોઆએ 60 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી. આ પછી સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હતો.

ગેંગના સભ્યોને આતંકવાદી જાહેર કર્યા
ઇક્વાડોરએ લાંબા સમયથી ટોચના કોકેઇન નિકાસકારો માટે કોલંબિયા અને પેરુ વચ્ચે શાંતિપૂર્ણ આશ્રયસ્થાન છે. તેમજ તાજેતરના વર્ષોમાં જ મેક્સીકન અને કોલમ્બિયન કાર્ટેલ સાથે સંબંધો ધરાવતી ‘હરીફ ગેંગ નિયંત્રણ’ માટેની લડતમાં ઘણી હિંસા જોવા મળી હતી. દરમિયાન બંદૂકધારીઓએ ટીવી સ્ટેશન પર હુમલો કર્યાના થોડા સમય પછી નોબોહે દેશમાં કાર્યરત 20 ડ્રગ હેરફેર ગેંગને આતંકવાદી જૂથો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top