Dakshin Gujarat

અંકલેશ્વરમાં યુવકને માથામાં હથિયારના ઘા કરી કૂવામાં નાંખી દીધો, સાથીદારો પર જ શંકાની સોય

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ઉટિયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દેવાયેલો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. યુવકના માથા પર તીક્ષ્ણ હથિયારના (Sharp Weapon) ઘા જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન લૂંટના (Loot) બે ગુનામાં સંડોવાયેલા હોવાથી તેના જ સાથીદારો પર હત્યાનો શંકા લગાવાઇ રહી છે.

  • લૂંટના બે ગુનામાં સંડોવાયેલા માંગરોળના તરસાલીના યુવાનની ઉટિયાદરામાં કરપીણ હત્યા
  • માથામાં હથિયારના ઘા કરી કૂવામાં નાંખી દીધો, સાથીદારો પર જ શંકાની સોય

સુરતના માંગરોળના તરસાલી ગામ ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર પરમાર ગત 7 ફેબ્રુઆરીએ સાંજે 7:30 વાગ્યાથી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. પરિવાર અભયને શોધી રહ્યો હતો. દરમિયાન અંકલેશ્વરના ઉટિયાદરા ગામ ખાતે પસાર થતી નહેરમાં બુધવારે બપોરે 1:30 કલાકે નહેર પાસે આવેલા ખેતરમાલિક અશ્વિન પટેલે અંકલેશ્વરના પાનોલી પોલીસમથકે જાણ કરતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.

યુવકના માથા તેમજ કપાળમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી કૂવામાં ફેંકી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના વર્ણન અને ફોટો સાથે તપાસ શરૂ કરતાં યુવાન તરસાલીનો અભય નટવર પરમાર હોવાનું સામે આવ્યું હતું. મૃતક અભયની માતા રતનબેન પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો સામે અગમ્ય કારણોસર હત્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એન.એચ.વાઢેરે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે ફરાર થઇ ગયેલા હત્યારાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી દીધી છે. અભય ઉર્ફે અભી નટવર પરમાર સામે ઉટિયાદરા ગામ નજીક રોડ પર કોસંબાના યુવાનને લૂંટી લેવાનો ગુનો કોસંબા પોલીસમથકે નોંધાયો હતો તેમજ અન્ય એક લૂંટ સહિત અનેક ગુનામાં તેની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે તેની હત્યા તેના જ સાથીદાર દ્વારા કરાઈ હોવાની આશંકા પણ સામે આવી રહી છે.

નવાગામ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે મજૂરનું કરંટ લાગતાં મોત
કામરેજ: નવાગામ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે આવેલા ખેતરમાં ગટર લાઈનના સરવે માટે લેવલિંગ કરતા મજૂર એલ્યુમિનિયમની પટ્ટી ખેતરમાંથી પસાર થતાં વીજતારને અડી જતાં મજૂરનું કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાન અને હાલ કામરેજના નવાગામ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે અરવિંદ ભાલિયાના ખેતર પાસે રહીને ખેતરની બાજુમાં ગટર લાઈનના સરવેનું કામ કરતો રિન્કુ દેવચંદવાલા ડામોર (ઉં.વ.20) બુધવારે સવારે 8.30 કલાકે સુપરવાઈઝર જયદીપ શેલડિયા સાથે સરવેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે લેવલિંગ માટેની એલ્યુમિનિયમની પટ્ટીથી લેવલિંગ પટ્ટી પકડી સુપરવાઈઝરની મદદ કરતો હતો. જે છ ફૂટની પટ્ટી સવારના આશરે 10.45 કલાકે ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના તાર સાથે અડી જતાં રિન્કુને કરંટ લાગતાં પડી જતાં 108માં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધી વતનમાં રહેતા પરિવારને જાણ કરી હતી.

Most Popular

To Top