બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ પર થતા હુમલાને લઇ રોષ

       દાહોદ : બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ પર બર્બરતા, હત્યા તેમજ અત્યાચારોના બનાવોને વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવા બનાવો પર રોક લાવવા તેમજ હિન્દુઓને સુરક્ષા આપવા, ન્યાય તેમજ વળતર આપવાની માંગણી સાથે ભારે રોષની લાગણી સાથે આજરોજ ભારતના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટર કચેરી સુપ્રત કર્યાંનું જાણવા મળે છે. દાહોદના વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં અલ્પસંખ્ય હિન્દુઓ તેમજ શિખો ઉપર જન્ધ્ય અત્યાચારોનો સિલસીલો ચાલુ છે.

ગત એક સપ્તાહના સમયગાળા દરમ્યાન બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી, દુર્ગા પુજા સમયે હિન્દુ મંદિરો અને દુર્ગા મંદિરોમાં તોફાની તત્વો દ્વારા તોડફોડ કરી હિન્દુઓને માર મારવામાં પણ આવ્યો હતો. નાના બાળકો થી લઈ મહિલાઓ તેમજ યુવતીઓને માર મારી મહિલાઓ અને યુવતીઓ ઉપર બળાત્કારના બનાવો પણ બન્યાં છે. અફઘાનિસ્તાનમાં પણ તાલીબાનની સરકાર આવ્યાં બાદ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો વધ્યાં છે. બાંગ્લાદેશમાં તો હાલ હદ થઈ રહી છે.

દુર્ગા પુજા સમયે ૧૫૦થી વધારે દુર્ગા પુજા મંડપો તેમજ મંદિરોમાં મંદિરોની પ્રતિમાઓની તોડફોડ પણ કરવામાં આવી છે. હિન્દુઓના ઘરો, દુકાનો તેમજ ધર્મશાળાઓમાં પણ તોફાની તત્વોમાં તોફાન મચાવી ૧૦ થી ૧૨ હિન્દુઓની હત્યા પણ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ બનાવેને ધ્યાનમાં રાખી અને હિન્દુઓની રક્ષા કરવા તેમજ તેઓને વળતર પુરૂં પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે ભારત સરકાર દ્વારા આ તમામ બનાવોની ગંભીરતાને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત સાથે વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર દાહોદ કલેક્ટર કચેરી મારફતે રવાના કર્યું હતું.

Related Posts