Madhya Gujarat

આણંદ જિ.પં. બાંધકામ શાખાનો કોમ્પ્યુટર ઓપરેટર ~1200ની લાંચ લેતા ઝડપાયો

આણંદ, તા.4
આણંદ એસીબીની ટીમે આણંદ બોરસદ રોડ પર આવેલ રાજન ગેસ સર્વિસ સ્ટેશન પાસે અરજદાર પાસેથી રેશનકાર્ડમાં અનાજનો સિક્કો મારવાના કામ માટે રૂા. 1200ની લાંચ લેતા આણંદ જિલ્લા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને વચેટીયાને રંગે હાથ ઝડપી પાડયા હતા. અરજદાર પાસેથી લાંચની માગણી કરી સ્વિકારી હોવા બાબતે ઓપરેટર અને વચેટીયા સામે ગુનો દાખલ કરીને એલસીબીએ આગળની તપાસ હાથધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના એક અરજદારને રેશનકાર્ડ પર રાહતદરે અનાજ લેવા માટે સિક્કો લગાવવો હતો. અરજદાર પોતે આણંદ જિલ્લા પંચાયતમાં બાંધકામ શાખામાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં નિલેશભાઇ ભીખાભાઇ ઠાકોરને ઓળખતો હોવાથી તેમને મળીને રેશનકાર્ડમાં અનાજનો સિક્કો મારવો છે તેવી વાત કરી હતી. જેથી આ વાતને લઈને નિલેશે અરજદારનો મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો હતો. અને રેશનકાર્ડમાં સિક્કો કરાવી આપવા બાબતે સાહેબ સાથે વાત કરો તેમ કહી કોન્ફરન્સ કોલ કરાવી નિલેષ પરમાર સાથે રેશનકાર્ડ અંગેની વાતચીત કરાવતા નિલેશ પરમારે પોતે પુરવઠા શાખાના કર્મચારી હોય એ રીતે વાત કરી હતી.
અરજદાર પાસે રેશનકાર્ડમાં સિક્કો કરાવી મંજૂરી મેળવવા માટે રૂપિયા 1200ની લાંચની માંગણી કરી હતી. અને વાતચીત બાદ નિલેશ ઠાકોરે અરજદાર પાસેથી રૂ.1200ની રકમ માંગી હતી.
પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટેશન ખાતે આવી આ બાબતે જાણ કરી હતી.
જેથી આણંદ એસીબી પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમે લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. અરજદારે નિલેષ ઠાકોરનો સંપર્ક કરી નાણાં આપવાનું જણાવતા તેણે રાજન ગેસ સર્વિસ સ્ટેશન પર અરજદારને બોલાવ્યો હતો. જેથી અરજદારે રાજન ગેસ સર્વિસ સ્ટેશન જઇને નિલેષ ઠાકોરને રૂ. 1200 આપતી વખતે એસીબી તેને ઝડપી પાડયો હતો. તેમજ વચેટીયા નિલેષ પરમાર આવ્યો ન હતો તેની તપાસ કરવા છતાં મળી આવેલ નથી જેથી એસીબીએ બંને વિરૂધ્ધ લાંચનો ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે

Most Popular

To Top