World

અમેરિકાએ અચાનક જ એડવાઈઝરી જાહેર કરી પોતાના નાગરિકોને પાકિસ્તાન જતા અટકાવ્યા

અમેરિકા: પાકિસ્તાનની (Pakistan) મદદ કરનાર અમેરિકાએ (America) પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવા માટે સલાહ (Advice) આપી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે જો ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો જ પાકિસ્તાન જવું આ સમયે પાકિસ્તાનની મુલાકાત તમારા માટે યોગ્ય નથી. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાન હાલમાં સાંપ્રદાયિક અને નક્સલી હિંસાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ખાસ કરીને તેના અશાંત વિસ્તારોમાં આવી ઘટનાઓ જોવા મળી રહી છે, તેથી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનની મુસાફરી ટાળે.

કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી અમેરિકા જેના પર મહેરબાન છે તે પાકિસ્તાન પર અમેરિકાએ લાખો ડોલર પાણીની જેમ વહાવ્યા હતા. ક્યારેક F-16 ફાઈટર જેટની જાળવણીના નામે તો ક્યારેક પૂર પીડિતોની મદદના નામે આ સિવાય આતંકવાદ સામે લડવાના નામે પણ અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક મદદ કરી છે. પરંતુ હવે આજ અમેરિકા પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવા અપીલ કરી એક એડવાઈઝરી બહાર પાડી હતી.

પાકિસ્તાની આતંકવાદીઓ અને ત્યાંના આતંકવાદથી ડરી ગયેલા અમેરિકાએ પોતાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપવી પડી છે. એટલું જ નહીં, અમેરિકાએ પેસેન્જરો માટે ત્રીજું લેબલ એલર્ટ પણ જારી કર્યું છે. જેથી કરીને અમેરિકી નાગરિકો પાકિસ્તાનમાં બિલકુલ મુસાફરી ન કરે. હવે સવાલ એ છે કે જ્યારે કેટલાક દેશોના મતે પાકિસ્તાન આતંકવાદી નથી તો પછી આ ડર અમેરિકાને શા માટે સતાવી રહ્યો છે?

અમેરિકાએ આ ચેતવણી આપી છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જારી કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં તેના નાગરિકોને આતંકવાદ અને અપહરણના જોખમને કારણે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મુસાફરી ન કરવા વિનંતી કરી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાની પાકિસ્તાનની યાત્રા પર પુનર્વિચાર કરો. કેટલાક વિસ્તારોમાં જોખમ વધારે છે.

ત્રીજું લેવલ એલર્ટ શું છે
પાકિસ્તાનની યાત્રાને લઈને અમેરિકાની આ લેવલ 3 એડવાઈઝરી છે. ગંભીર અને લાંબા ગાળાના જોખમો માટે લેવલ 3 ટ્રાવેલ ચેતવણી એડવાઈઝરી જારી કરવામાં આવે છે. આ એડવાઈઝરીમાં અમેરિકી નાગરિકોને આતંકવાદ અને સંભવિત સૈન્ય સંઘર્ષને કારણે નિયંત્રણ રેખા (એલઓસી)ની આસપાસના વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. એવા પણ અહેવાલ છે કે આતંકવાદી જૂથો પાકિસ્તાનમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદ અને વૈચારિક કટ્ટરવાદને લગતી હિંસાનો ઈતિહાસ છે, જેનો ભોગ તેના લોકો, સેના અને પોલીસ પણ બને છે.

પાકિસ્તાની આતંકવાદીઓ હુમલો કરી શકે છે
અમેરિકાએ તેના નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ભયને કારણે નિયંત્રણ રેખા (એલઓસી)ની આસપાસના વિસ્તારોમાં પણ મુસાફરી ન કરવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “આતંકવાદીઓ ઓછી કે કોઈ ચેતવણી વિના હુમલો કરી શકે છે.” તેઓ પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ, લશ્કરી સ્થાપનો, એરપોર્ટ, યુનિવર્સિટીઓ, પ્રવાસી સ્થળો, શાળાઓ, હોસ્પિટલો, પૂજા સ્થાનો અને સરકારી સુવિધાઓને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓએ ભૂતકાળમાં અમેરિકી રાજદ્વારીઓ અને રાજદ્વારી સ્થાપનો પર હુમલા કર્યા છે. તેથી જ અમેરિકા પાકિસ્તાની આતંકવાદીઓથી ખૂબ જ ડરે છે. એટલે કે હવે અમેરિકાએ સ્વીકારવાની ફરજ પડી છે કે પાકિસ્તાનમાં વધુ આતંક છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમ છતાં તે પાકિસ્તાનને મદદ કરતો રહે છે. જેથી ભારત પર માનસિક દબાણ આવી શકે.

Most Popular

To Top