Vadodara

પાર્થેને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

વડોદરા: સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દક્ષ પટેલની હાથ પગ બાંધ્યા બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને ઘાતકી હત્યા કરાઇ હતી. જેમાં આરોપી પાર્થે ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો હતો. પાર્થે દક્ષને અલંકાર ટાવરના બેઝમેન્ટમાં રાત્રી બોલાવી હાથ પગ બાંધ્યા બાદ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હત્યા બાદ તિક્ષ્ણ હથિયાર અને સેન્ડલ વિશ્વામિત્રીમાં નાખ્યા હોવાથી ત્યાં પર તપાસ હાથ ધરવામાં આવશે. ગુનામાં અ્ન્ય કોઇ સંડોવણી છે કે તેના માટે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે.

માંજલપુર વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકના પુત્ર દક્ષ પટેલ એમ એસ યુનિ.માં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો પાર્થ કોઠારી પણ તેની સાથે અભ્યાસ કરતો હતો. બંને સાથે ક્લાસમાં પણ જતા હતા. પરંતુ પાર્થ કોઠારીને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.જેમાં તે પાર્થ આડખિલીરૂપ બનતો હતો. જેથી પાર્થે દક્ષ પટેલને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તા.2 જીએ રાત્રે સયાજીગંજના અલંકાર ટાવરમાં રાત્રે બોલાવી કિડનેપિંગ થીમ પર રિલ બનાવી તેમ જણાવ્યું હતું.

તેણ પહેલા મેં તારા હાથ પગ બાંધું ત્યારબાદ તે મારા હાથ પગ બાંધજે. તેમ કહ્યા બાદ પાર્થે દક્ષના સૌપ્રથમ હાથ અને બાદમાં જેવા પગ બાંધ્યા કે તુરંત જ તે કાઇ સમજે તે પહેલા તિક્ષ્ણ હથિયારથી દક્ષના પેટમાં ઘા ઝિંકવા લાગ્યો હતો. જેમાં દક્ષ પટેલનું મોત થયું હતુ. દક્ષ સાથે પાર્થ અલંકાર ટાવરમાં આવ્યા ત્યારે સીસીટીવીમાં દેખાયો હતો. જેથી પહેલાથી જ શંકાસ્પદ હતો.જેથી સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો.ત્યારે ગુરુવારે સયાજીગંજ પોલીસની ટીમ દ્વારા આરોપી સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્ક્શન કરાયું હતુ.

જેમાં આરોપીએ દક્ષ પટેલની કેવી રીતે અલંકાર ટાવરમાં અંધારમાં લવાયો હતો કેવી રીતે તેણે દક્ષ પટેલને ઉભો રાખ્યા બાદ તેને કેવી રીતે હાથ પગ બાંધ્યા અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો તે તમામ બાબતોનું તપાસ કરાઇ હતી. જેમાં હત્યા કર્યા પહેલા તથા હત્યા કર્યા પછી આરોપી પાર્થ પટેલ ક્યાં ક્યાં ગયો હતો કોને કોને મળ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે. આરોપીએ હત્યા કર્યા બાદ દોરી તથા તિક્ષ્ણ હત્યા ક્યા મુક્યા હતા તેનું તપાસમાં પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી જાડેજા જણાવ્યું હતું કે દક્ષ પટેલના હત્યારાને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.જેથી ગુરુવારે આરોપીને રાખીને ઘટના સ્થળ પર સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. ત્યારે પાર્થે દક્ષને કેવી રીતે બોલાવ્યો, જમીન પર સુસડાવીને હાથ પગ બાંધ્યા ત્યાર બાદ તેને પર તિક્ષ્ણ હથિયારથી ઘા ઝિંક્યા હતા. હત્યા કર્યા બાદ પાર્થ હથિયાર વિશ્વમિત્રીમાં નદીમાં નાખ્યું હોવાનું કહેતા દિશામાં પણ શોધખોળ શરૂ કરી છે. દોરી તથા ચપ્પુ ક્યાંથી ખરીદ કર્યું હતું તેની પણ તપાસ હાથ ધરાઇ છે.

હાથ પગ બાંધ્યા બાદ તુરંતુ જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધાં
દક્ષ પટેલની હત્યા કર્યા બાદ હત્યારો પોતાના ઘરે જતો રહ્યો હતો. જે દિવસે ઘટના બની તે દવિસે પણ દક્ષ ગરબામાં ગયો હતો. જ્યાંથી પાર્થે તેને છેતરીને અલંકાર ટાવરમાં બોલાવ્યો હતો. ત્યાં અલગ અલગ જગ્યા પર બેસાડી વીડિયો બનાવવા જણાવ્યું હતું. ત્યારબાદ તેના પર તિક્ષ્ણ હથિયારના ઘા મારવાના ચાલુ કરી દીધા હતા. તેના પુરાવા મેળવવા માટે તે હત્યાની જગ્યા પર તથા માંજલપુરની ત્રણ અલગ અલગ જગ્યા પર આરોપી પાર્થને સાથે ટીમ દ્વારા લઇ જવામાં આવ્યો હતો. ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. -ડી.જે.ચાવડા, એસીપી, એ-ડિવિઝન

Most Popular

To Top