Vadodara

વિજ્યા દશમીના તહેવારને લઇને પોલીસના તમામ શસ્ત્રોની પૂજા કરવામાં આવી

વડોદરા: પોલીસ હેડ ક્વાટર ખાતે વિજ્યા દશમી નિમિત્તે પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનરના હસ્તે પૂજન કરાયું હતું. આ કાર્યક્રમમાં તમામ ડીસીપી કક્ષા અધિકારી સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. નવરાત્રીના નવ દિવસ પુરા થયા બાદ દિવસને વિજ્યા દશમી એટલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. દશેરાનો પર્વ અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવાય છે. આ દિવસે લંકાપતિ રાવણનો શ્રીરામે વધ કર્યો હતો. જેથી વીજય ઉત્સવના ભાગે રૂપે રાવણદહન કરવામાં આવે છે.

વિજ્યા દશમીના તહેવારે લોકો દ્વાર શસ્ત્ર ની પૂજા અર્ચના કરાતી હોય છે. જેને લઇને શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે તમામ ડીસીપી સહિત મોટી સંખ્યામાં સાથે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવી હતી વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષ ભર શત્રુઓ પર વિજયનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોનું અસરકારક ઉપયોગ કરી શહેરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકે. . તમામ સાધનોના માધ્યમથી શહેરમાં શાંતિ બને તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

ધર્મયાત્રા મહાસંઘની અનોખી ઉજવણી
ધર્મયાત્રા મહાસંઘ દ્વારા દશેરાના પાવન પર્વે આદર્શ મહિલા મંડળ દ્વારા ગૌ, ગંગા અને ગાયત્રીની રક્ષા હેતુ સશસ્ત્ર પુજન સાથે 108 બહેનો, દિકરીઓ દ્વારા પોતાના ભાઈ, પિતાને જ્યારે પત્નિઓએ પોતાના પતિને દુર્ગા શસ્ત્રના રૂપે તલવાર ભેટમાં આપવામાં આવી હતી. ભગવાન શ્રી રામના વિજય ઉત્સવને લઇ દશેરા પર્વની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે હાલમાં જે રીતે સમગ્ર દેશ વિદેશમાં વાતાવરણ ઉભું થયું છે.

તેને ધ્યાનમાં રાખીને ગૌ એટલે આપણા હિન્દુઓ જેમની પૂજા કરે છે અને આદર્શ માને છે તેવા ગૌમાતાના રક્ષણ માટે, ગંગા એટલે પવિત્ર નદીઓની સ્વચ્છતા સાથે પર્યાવરણનું રક્ષણ કરવું અને ગાયત્રી એટલે સનાતન ધર્મ,નારીઓનું રક્ષણ આમ ધર્મયાત્રા મહાસંઘ ના આદર્શ મહિલા મંડળ દ્વારા ગૌ ,ગંગા, ગાયત્રીના રક્ષણ હેતુ શહેરના કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે ભગવાન રામના સાનિધ્યમાં દુર્ગા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધર્મયાત્રા મહાસંઘના ગુજરાત સંયોજક શૈલેષ શુકલ,મહિલા સુરક્ષાના ગુજરાત ચેરપર્સન શોભનાબેન રાવલ સહિત,યતીન ત્રિવેદી,રાજેશ ગોયલ,તૃષ્ણા વ્યાસ, તૃપ્તિ પટેલ,સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડો.વિજય શાહ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top