Sports

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર! હવે ટીમ ઈન્ડિયાન પાસે વિકલ્પમાં આ ત્રણ ખિલાડી છે

મુંબઈ: આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World cup) માટે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત આ અઠવાડિયે થઈ શકે છે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ અને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સારા સમાચાર એ છે કે ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ફિટનેસ ટેસ્ટમાં ક્લિયર થઈ ગયા છે. તેને આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ આ સાથે જ ટીમ માટે એક ખરાબ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર (All rounder) રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

જાડેજા વર્લ્ડ કપમાંથી બહાર
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેનું હવે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ સર્જરીના કારણે જાડેજાના T20 વર્લ્ડ કપ સુધી ફિટ રહેવાની શક્યતાઓ નહિવત છે. આવી સ્થિતિમાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

જાડેજાએ પોતે સર્જરી અંગે માહિતી આપી હતી
તમને જણાવી દઈએ કે જાડેજાએ થોડા દિવસો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પણ શેર કરી હતી. આ સાથે સર્જરી વિશે પણ માહિતી આપવામાં આવી છે. જાડેજાએ કહ્યું કે, તે શક્ય તેટલી વહેલી તકે મેદાનમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.

જાડેજાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘સર્જરી સફળ રહી. ઘણા લોકોએ ટેકો આપ્યો જેના માટે હું તમારો આભાર માનું છું. આમાં BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડૉક્ટર્સ અને ચાહકોનો સમાવેશ થાય છે. હું જલ્દી જ મારું પુનર્વસન શરૂ કરીશ અને શક્ય તેટલી વહેલી તકે ક્રિકેટના મેદાનમાં પાછા ફરવાનો પ્રયાસ કરીશ. શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.’ જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ ‘એન્ટીરીયર ક્રુસિએટ લિગામેન્ટ (SAL)’નો કેસ છે કે નહીં. જો આમ થશે તો રવિન્દ્ર જાડેજાને ફિટ થવામાં લગભગ છ મહિનાનો સમય લાગી શકે છે.

જાડેજા આ વર્ષે ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે
જાડેજાના ઘૂંટણમાં ઘણા સમયથી સમસ્યા છે. એશિયા કપ પહેલા આઈપીએલ 2022 દરમિયાન રવિન્દ્ર જાડેજાને પણ ઈજા થઈ હતી, જેના કારણે તેને કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડ્યું હતું. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દ્વારા મેદાન પર પુનરાગમન કર્યું હતું. ત્યારથી તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે તેનું ટીમમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

આ ત્રણ ખેલાડીઓમાંથી એક વિકલ્પ હોઈ શકે છે

  • અક્ષર પટેલઃ જાડેજાને બદલે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પ્રથમ પસંદગી ગણવામાં આવી રહી છે. અક્ષર આ પહેલા 2015નો વર્લ્ડ કપ પણ રમ્યો હતો.
  • વોશિંગ્ટન સુંદરઃ આ સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર પણ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર છે. તે એશિયા કપ પહેલા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વન-ડે કપ રમતી વખતે થયેલી ઈજાને કારણે તે ફરી એકવાર શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેમને બીજી તક મળી શકે છે.
  • શાહબાઝ અહેમદ: જો કે તેમની તકો થોડી ઓછી છે, કારણ કે તેમની પાસે હજુ સુધી આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ નથી. ઓલરાઉન્ડર શાહબાઝને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જોકે, શાહબાઝે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Most Popular

To Top