India

પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામેની તમામ FIR રદ,સુપ્રીમ કોર્ટે પોતાની સત્તાનો ઉપયોગ કરી દેશભરની FIR રદ કરી

નીટ પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ત્રણ મહિનામાં વળતર આપવા પણ કેન્દ્રને આદેશ

સુપ્રીમ કોર્ટે મંગળવારે 20થી 25 જુલાઈ દરમિયાન દેશભરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર રદ કરી દીધી છે અને જણાવ્યું છે કે આ કેસો તેમના ભવિષ્યને અસર કરશે નહીં. આ આદેશ બાદ, આ જૂથે રાષ્ટ્રીય રાજધાનીમાં 5 સપ્ટેમ્બરે યોજાનારી કૂચ રદ કરી દીધી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકારને નીટ પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ત્રણ મહિનાની અંદર વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સ્વાગત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે દેશના યુવાનોનું કલ્યાણ અને પ્રગતિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓ સામે નોંધાયેલી તમામ એફઆઈઆર પાછી ખેંચી લેવામાં આવશે અને તેમની સામે કોઈ સખત કાર્યવાહી કરવામાં આવશે નહીં. કેન્દ્રની વિનંતી પર પ્રદર્શનકારીઓ સામેની ફોજદારી કાર્યવાહી બંધ કરતા કોર્ટે કહ્યું, યુવાન પ્રદર્શનકારીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અમે સંપૂર્ણ ન્યાય આપવા માટે બંધારણની કલમ 142 હેઠળ અમારી સત્તાઓનો ઉપયોગ કરીએ છીએ.

કલમ 142 સર્વોચ્ચ અદાલતને પૂર્ણ ન્યાય આપવા માટે કોઈપણ આદેશ પસાર કરવાની સત્તા આપે છે. બેન્ચે જણાવ્યું હતું કે કલમ 142નો આ ઉપયોગ બંને પક્ષો દ્વારા સમક્ષ રજૂ કરાયેલી સમજૂતીનું પાલન કરવાને આધીન હતો. જેથી એ આદેશ સોલિસિટર જનરલ તુષાર મહેતાના એ નિવેદન બાદ આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ મહારાષ્ટ્ર, અસમ, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યોએ આ વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.

આત્મહત્યા કરનારાઓના પરિવારને વળતર આપવાનું મુદ્દા કોર્ટે કેન્દ્રને અંગે દેશવ્યાપી નીતિ ઘડવા અને પીડિત પરિવારોને ત્રણ મહિનામાં રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. સીજેપીને સહ-સંયોજક સૌરવ દાસે બેન્ચ સમક્ષ રજૂ થઈને જૂથ વતી એક નિવેદન વાંચી સંભળાવ્યું હતું. દાસે કહ્યું, સીજેપી 5 સપ્ટેમ્બરે યોજાનારી માર્ચનું આહ્વાન પાછું ખેંચવું યોગ્ય માને છે અને આજના આદેશના પાલનની અપેક્ષા રાખે છે. સીજેપીએ 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને દિલ્હીમાં વિરોધ માર્ચનું આહ્વાન કર્યું હતું. તેણે કેન્દ્ર સરકાર પર પરીક્ષાઓમાં ગડબડ અને નીટ પેપર લીક સામેનું 36 દિવસનું આંદોલન પાછું ખેંચવા માટે 25 જુલાઈના રોજ આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આદેશ પછી કેન્દ્રીય મંત્રી નડ્ડાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, દેશના યુવાનોનું કલ્યાણ અને પ્રગતિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2,873 જણા સામે નવી એફઆઇઆર નોંધાશે: કેન્દ્રની વિનંતીનો સ્વીકાર કરીને, સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2,873 વ્યક્તિઓ સામે નવી એફઆઈઆર નોંધવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાનો સમાવેશ કરતી આ બેન્ચે સોલિસિટર જનરલ મહેતાની રજૂઆતો નોંધ પર લીધી અને તેના આદેશનો વ્યાપ વધાર્યો. કોર્ટે કહ્યું, જો 20 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન કોઈપણ રાજ્ય એફઆઈઆર નોંધવામાં આવી હોય, કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આ જ વિરોધ પ્રદર્શન અંગે અન્ય કોઈ જે આ કોર્ટ સમક્ષ નથી, તો તેનો આગળ વધારાશે નહીં અને તેને બંધ ગણવામાં આવશે.

દીપ્લેએ ચુકાદાને આવકાર્યો, જનતાની જીત ગણાવી : છત્રપતિ સંભાજીનગર, ૧ સપ્ટેમ્બર(પીટીઆઈ): સંપૂર્ણ ન્યાય મળ્યો હોવાની ઘોષણા કરતા, કોકરોચ જનતા પાર્ટી (CJP) એ મંગળવારે ૫ સપ્ટેમ્બરે યોજાનારી તેની વિરોધ કૂચ રદ કરવાની જાહેરાત કરી છે. અહીં પત્રકારો સાથે વાત કરતા CJP સંયોજક અભિજીત દીપકે સર્વોચ્ચ અદાલતના નિર્દેશને આવકારતા કહ્યું કે આ નિર્ણયથી આખરે એ તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોને ન્યાય મળ્યો છે જેમણે વિરોધ નોંધાવવા માટે શેરીઓમાં ઉતરીને અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, CJPએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેની પ્રસ્તાવિત ‘શિક્ષક દિન’ પ્રદર્શન રદ કરી દીધું છે.

આ પ્રદર્શન ૨૫ જુલાઈના રોજ તેના ૩૬ દિવસના આંદોલનના અંત પછી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવાની માંગ માટે આયોજિત કરવામાં આવી રહ્યું હતું. અમે આ કૂચ પાછી ખેંચી રહ્યા છીએ કારણ કે અમારી તમામ માંગણીઓ પૂરી થઈ ગઈ છે. સંપૂર્ણ ન્યાય મળ્યો છે…એક મહિનો લાગ્યો, પરંતુ સાચા અર્થમાં આ આંદોલન સફળ રહ્યું છે, એમ દીપ્ટેએ કહ્યું. સર્વોચ્ચ અદાલતનો આભાર માનતા, દીપકે આ પરિણામ તેમના સતત સમર્થન માટે જનતાને સમર્પિત કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન માત્ર જંતર-મંતર પર જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં રસ્તા પર ઉતરેલા દરેક વ્યક્તિની જીત છે. સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવનાર અથવા વોટ્સએપ પર સ્ટોરી પોસ્ટ કરનાર દરેક વ્યક્તિની આ જીત છે. જો તમે બધાએ તમારો અવાજ ન ઉઠાવ્યો હોત, તો મને નથી લાગતું કે આ શક્ય બન્યું હોત,” એમ તેમણે કહ્યું હતું. શોકગ્રસ્ત પરિવારોની માફી માંગતા દીપકે યુવાનોના મોત માટે સરકારની પ્રણાલીગત નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી.

કોંગ્રેસે પેલેટ ગનનો પ્રશ્ન ઉઠાવ્યો
કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનાતે પ્રદર્શનકારીઓને મળેલી રાહતનું સ્વાગત કરતા, આંદોલન દરમિયાન પેલેટ ગનના કથિત ઉપયોગ પર સવાલો ઉઠાવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.શ્રીનાતે પીટીઆઈ વીડિયોઝને જણાવ્યું,મોટો સવાલ એફઆઈઆરનો નથી પરંતુ પેલેટ ગન કોણે ચલાવી તે છે? શું અમિત શાહ જાણતા હતા કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવામાં આવી રહી છે? જો તેઓ આ અંગે જાણતા હતા તો તેમણે આપણા વિદ્યાર્થીઓ પર હિંસા આચરી છે, અને જો તેઓ નહોતા જાણતા તો તે તેમની અક્ષમતા દર્શાવે છે, અને બંને કિસ્સામાં તેઓ ગૃહમંત્રી રહેવાને લાયક નથી.

Most Popular

To Top