Gujarat

અમદાવાદના ઓન લાઈન ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા રશિયન નાગરિકની મનાલીથી ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 20 જેટલા શંકાસ્પદ પાર્સલો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 50 લાખનો હાઈબ્રીડ ગાંજો તથા કોકેઈન સહિતનું ડ્રગ્સ (Drugs) મળી આવતા તે જપ્ત કરી લેવાયું હતું, આ કેસની ધનિષ્ઠ તપાસ દરમ્યાન અમદાવાદ સાયબરલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનાલીથી એક રશિયન નાગરિકની ધરપકડ કરી લેવાઈ છે. તે ડ્રગ્સ (Drugs) પેડલર તરીકે કામ કરતો હતો. તેની પાસેથી વાંધાજનક ડોકયુમેન્ટ પણ મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે. અગાઉ તેણે સુરતમાંથી ડ્રગ્સની પણ ડિલીવરી લઈને તેને ગોવા તથા મનાલી પહોંચાડયું હતું. 2020માં તે રશિયાથી વીઝા લઈને ભારત આવ્યો હતો. જયારે વીઝાની મુદત પૂરી થઈ જતાં પરત ગયો નહોતો. શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલો અમેરિકા , કેનેડા તથા યુકેથી આવ્યા હતા. હાલમાં બનાવટી દસ્તાવેજોના કેસમાં તેની ધરપકડ કરાઈ છે, તે પછી તેની ડ્રગ્સની હેરફેરના કેસમાં પણ ધરપકડ કરાશે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનાલીથી કોલેસ નિકોવ વાસીલીની ધરપકડ કરી લેવાઈ છે. તે 2020માં ટુીરસ્ટ વીઝા પર ભારત આવ્યો હતો. તે પછી ગેરકાયદે ભારત વસવાટ કરી રહયો હતો. તેણે ભારતમાં ભળતા નામે આધાર કાર્ પણ મેળવી લીધી હતી. તેની પુછપરછમાં મળેલી વિગતોના આધારે નકલી ડોકયુમેન્ટ પણ મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે. તે હાલમાં ભારતમાં ગોવા ખાતે રહેતો હતો.

રમકડાં તથા પુસ્તકોમાં છુપાવેલા ડ્રગ્સનું એક પાર્સલ સુરતની હોટેલમાં આવવાનું હતું
અમદાવાદમાં આવેલા પાર્સલોમાં રમકડા તથા પુસ્તકોમાં છુપાવેલું 50 લાખનું ડ્રગ્સ આ રશિયન નાગરિક સુરત , વડોદરા , અમદાવાદ તથા બોટાદ મોકલવાનો હતો. એક પાર્સલ સુરતની એક હોટેલમાં આવવાનું હતું. જો કે હોટેલની સ્ટાફની પુછપરછમાંથી જાણવા મળ્યું હતું કે , અગાઉ પણ એક પાર્સલ એક વિદેશી નાગરિક લઈ ગયો હતો. સુરતથી જયપુર, જયપુરથી દિલ્હી તથા દિલ્હીથી મનાલીમાં એક હોમ સ્ટે કરતો હોવાની વિગતો મળી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ડીવાયએસપી જીતેન્દ્ર યાદવે કહયું હતું કે , આ કેસ ભારતમાં પાર્સલ મારફતે આવી રહેલા ડ્રગ્સની હેરફેર- નેટવર્કનો એક ભાગ છે. આ રશિયન નાગરિક મોસ્કોનો રહેવાશી છે. છેલ્લા એક મહિનામાં તેણે આઠ શહેરોમાં પાર્સલની મદદ વડે ડ્રગ્સની ડિલીવરી મેળવી છે. ડ્રગ્સના એક સોદાના તેને 100 ડોલર મળતા હતા. તે ડ્રગ્સની ડિલીવરી સીધી હોટેલમાં મેળવતો હતો.
…..

Most Popular

To Top