Entertainment

ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ રામ ચરણ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, તસવીરો આવી સામે

નવી દિલ્હી: ઓસ્કારમાં (Oscar) શાનદાર જીત બાદ ટીમ RRR ભારતમાં (India) પાછી ફરી છે અને જીતની ઉજવણી કરી રહી છે આ સાથે જ સમગ્ર દેશ પણ જીતની ઉજવણી કરી રહ્યો છે. એસએસ રાજામૌલી (SS Rajamouli) દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRના ફેમ રામ ચરણ (Ramcharn) દિલ્હી (Delhi) પહોંચ્યા હતા. અહીં રામ ચરણ તેના પિતા અને સુપર સ્ટાર ચિરંજીવી (Chiranjeevi) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને (Amit shah) મળ્યા હતા. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યા છે.

ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા. આ દરમિયાન રામ ચરણ અને ચિરંજીવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મીટિંગની તસવીરો બંને દિગ્ગજ સ્ટાર્સે પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. એટલું જ નહીં ખુદ અમિત શાહે પણ પોતાના ટ્વિટર પર શેર કર્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે રામ ચરણ અમિત શાહને ફૂલોનો ગુલદસ્તો આપી રહ્યા છે. સુપર સ્ટાર ચિરંજીવીએ અમિત શાહને પરંપરાગત રેશમી શાલ અર્પણ કરી હતી, જ્યારે ‘RRR’ અભિનેતા રામ ચરણે તેમને ફૂલોનો ગુલદસ્તો અર્પણ કર્યો હતો. આ પછી અમિત શાહે રામ ચરણને હાર્દિક અભિનંદન સંદેશ આપ્યો અને તેમને લાલ રેશમી શાલથી સન્માનિત કર્યા હતા.

અમિત શાહે ટ્વીટ કર્યું
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વિટર પર મીટિંગની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, “સુખદ મુલાકાત @KChiruTweets અને @AlwaysRamCharan – ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો. તેલુગુ ફિલ્મ ઉદ્યોગે ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર કરી છે. રામ ચરણને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન. નાતુ નાતુ ગીત અને ‘RRR’ની સફળતા.”

અમિત શાહના ટ્વીટનો જવાબ આપતા રામ ચરણે લખ્યું, આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહને મળવું ખરેખર સન્માનની વાત છે. મેગાસ્ટાર ચિરંજીવીએ પણ રી-ટ્વીટ કર્યું અને લખ્યું, રામ ચરણને આપેલી શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે શ્રી અમિત શાહ જી તમારો આભાર. ચિરંજીવીએ પણ RRRની સમગ્ર ટીમ વતી તેમનો આભાર વ્યક્ત કર્યો.

રામચરણે ચાહકોનો આભાર કહ્યું
દિલ્હી એરપોર્ટ પર ચાહકોએ રામ ચરણનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોસ એન્જલસમાં 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યા બાદ તે ભારત પરત ફર્યો છે. રામ ચરણના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. એરપોર્ટની બહાર આવતાની સાથે જ રામ ચરણે હાથ જોડી ચાહકોનો આભાર માન્યો અને પોતાની કાર તરફ આગળ વધ્યો હતો. તેની સાથે તેની પત્ની ઉપાસના પણ જોવા મળી હતી. અભિનેતાએ તેની કારના સનરૂફ દ્વારા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.

રામ ચરણે પત્રકારો સાથે વાત કરી
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સ્થિત પત્રકારો સાથે વાત કરતા રામ ચરણે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું. આપ સૌનો આભાર. અમને એમએમ કીરાવાણી, એસએસ રાજામૌલી અને ચંદ્રબોઝ પર ગર્વ છે. તેમની મહેનતને કારણે જ અમે ઓસ્કાર જીત્યા શક્યા છે”

ભારતનું ગીત – રામચરણ
રામ ચરણે ‘નાટુ નાટુ’ને ભારતના લોકોનું ગીત ગણાવ્યું હતું. “હું RRR જોવા અને ‘નાટુ નાટુ’ને સુપરહિટ બનાવવા માટે ભારતના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભાગોના તમામ ચાહકો અને લોકોનો આભાર કહેવા માંગુ છું. નાટુ નાટુ અમારું ગીત નહોતું, તે ભારતના લોકોનું ગીત હતું, આ સોન્ગના કારણે અમને ઓસ્કાર જીતવાની તક મળી.”

Most Popular

To Top