Gujarat

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ત્રણ વર્ષની ભડાશ કાઢી

ગાંધીનગર: પાટીદાર (patidar) આંદોલનના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) બુધવારે જ કોંગ્રેસના (Congress) તમામ પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું હતું. અને આજે એટલે કે ગુરુવારે પત્રકાર પરિષદ યોજી પોતાના કાર્યકાળ દરમિયાના અનુભવની વાત કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હું ખુલ્લા મનથી વાત કરવા માટે આવ્યો છું, અમે 2015 થી 2019 સુધી ઇમાનદારીથી લોકોના અધિકાર માટે આંદોલન કર્યું અને સરકારના વિરોધમાં લડાઇ લડ્યા હતા અને બિન અનામત વર્ગને 10 ટકા અનામત આપવાનું કામ કર્યું છે. હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી. મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા, કોંગ્રેસ પાર્ટીમાં જાતિવાદની રાજનીતિ ચાલે છે.

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે પત્રકાર પરિષદ યોજી ભડાશ કાઢી હતી. આ સિવાય ભાજપે કરેલા કાર્ય રામ મંદિરના નિર્માણકાર્ય માટે ઈંટો મોકલી,NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિક નીકળવા જેવા મુદ્દાની પણ ચર્ચા કરી હતી.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસને અમારા આંદોલનથી ઘણો ફાયદો થયો છે. બે વર્ષ સુધી કાર્યકારી તરીકે મને કોઈ જવાબદારી આપવામાં આવી નથી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમેને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે પણ કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

કોંગ્રેસ પાર્ટીથી નારાજ હાર્દિક પટેલે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. હાર્દિક પટેલે કહ્યું કે રાહુલ ગાંધી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે ઠે ત્યારે તેમને ગુજરાતની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવતી નથી. પાર્ટીના નેતા રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવીચ અને ડાયટ કોતની વ્યવસ્થા કરે છે. રાહુલ ગાંધી કહે છે ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ નહિ આવે તો તમે ધ્યાન ન આપો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મેં ગુજરાતની સમસ્યાની વાત કરી હતી પણ તેમણે મને ઈગ્નોર કર્યો હતો. પાર્ટીમાંથી રાજીનામું લેવા માટે મેં દુ:ખ સાથે નિર્ણય નથી લીધો પણ હિંમત સાથે નિર્ણય લીધો છે. પક્ષ છોડ્યા બાદ ઘણા બધા લોકોએ મને અભિનંદન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તા.18 મે હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલે ટ્વીટર પર સોનિયા ગાંધીને સંબોધિને એક પત્ર લખી ‘હિંમત સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું’ ની માહિતી આપી હતી.

Most Popular

To Top