Vadodara

કોરોનાથી પછી અમે પહેલાં દૂષિત પાણી અને સરસિયા તળાવમાં તીવ્ર ગંદકીથી મોતને ભેટીશું : સ્થાનિકો રહીશોનો બળાપો

વડોદરા : કોરોનાથી પછી પહેલા દૂષિત પાણી અને ગંદકી ભર્યા માહોલથી પહેલા મોતને ભેટીશુ.આ શબ્દો છે શહેરના યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલા મદાર મહોલ્લા અને એખલાસ મહોલ્લામાં રહેતા સ્થાનિક રહીશોના.અહીં છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી સર્જાયેલી દૂષિત પાણીની સમસ્યાનો આજદિન સુધી નિવેડો નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સમગ્ર વડોદરા શહેર એક તરફ કોરોના મહામારીના ભરડામાં આવી રહયું છે.તો બીજી તરફ શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ મદાર મહોલ્લા અને એખલાસ મહોલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી દૂષિત પાણીની સમસ્યા જે સે થે રહેવા પામી છે.હાલમાં જ કોલેરાના કારણે શહેરના બે વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે.ત્યારે અહીં સ્થાનિક રહીશોમાં પણ રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે.કેટલાય લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.બીજી તરફ સરસિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.

જેને કારણે મચ્છરોના ઉપદ્રવથી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.સ્થાનિક કાઉન્સિલર ,વોર્ડ કચેરીમાં અનેકો વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી.પાણીની લાઈનમાં ડ્રેનેજની લાઈન મિશ્ર થઈ જતા દૂષિત પાણી આવી રહ્યું છે.પરંતુ ક્યાં ફોલ્ટ છે તે પાલિકાના એન્જીનિયરો આજદિન સુધી શોધી શક્યા નથી.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે યાકુતપુરા વિસ્તારમાં મદાર મહોલ્લા અને એખલાસ મહોલ્લામાં પાણીની બહુ મોટી સમસ્યા છે.પીવાનું પાણી આવતું નથી અને આવે છે તો કાળું અને ગંદકી વાળું આવે છે.જેથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ,કોરોના ના વધતા જતા કેસો વચ્ચે વિસ્તારમાં કોલેરા , ટાઈફોડ અને મેલેરિયાના કેસો આવ્યા છે.સાથે સાથે વિસ્તારમાં રોડ અને રસ્તાની પણ સમસ્યા છે. છેલ્લા ઘણા સમય થી આ વિસ્તારનો વિકાસ અટક્યો છે. મુસ્લિમ વિસ્તાર હોવાથી અહીંયા કોઈ કામ નથી થતા તેવા આક્ષેપ પણ વિસ્તારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.જેથી સ્માર્ટસિટી ના નામ પર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

Most Popular

To Top