Dakshin Gujarat

તાપીમાં સિનેમા, જીમ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે

વ્યારા: તાપી (Tapi) જિલ્લાના તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો, ધાર્મિક સ્થળો તથા લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિની મર્યાદામાં અને બંધ સ્થળોએ 50 % પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિની સંખ્યામાં યોજી શકાશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિની મંજૂરી રહેશે. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. નોન એસી. અને એસી. બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ સેવાઓને રાત્રિ કરફ્યૂમાંથી (Night curfew) મુક્તિ આપવામાં આવી છે.

સિનેમા હોલ (theater) , જીમ (gym), વોટર પાર્ક (Water park) , સ્વિમીંગ પુલ (Swimming pool) , વાંચનલયો (Library) , ઓડિટોરીયમ (Auditorium), એસેમ્બલી હોલ (Assembly hall) , મનોરંજક સ્થળો મહત્તમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. જાહેર બાગ-બગીચા રાત્રિના ૧૦ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. પ્રવેશ પરીક્ષાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન અને કોરોના ગાઇડલાઇનનું (corona guideline) પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Sports Complex) , સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

વેક્સિનનો (vaccine) પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરંત જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ છે. આ ઉપરાંત વર્તમાન નિયમોનુસાર માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું ફરજિયાત રહેવાની સાથે જાહેર જગ્યાએ થૂંકનાર સજાને પાત્ર રહેશે. આ જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Most Popular

To Top