Vadodara

કયા નેતા કે અધિકારીના ઇશારે ફાયર NOC કામગીરી બંધ કરાઈ

વડોદરા : કોરોના ના ત્રીજી લહેર ના કેસો વધતા સરકારી તંત્ર દ્વારા મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે. બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કોરોના ના કેસો અધધ છે. તંત્ર દ્વારા માત્ર 5 ટકા કેસો બતાવવામાં આવે છે 95 ટકા કેશો જે ઘર માં ઘરેલુ સારવાર લઈ રહ્યા છૅ તે બહાર આવશે ખરા? બીજી લહેર માં જે આંકડા છુપાવવાનો કારભાર કરવામાં આવ્યો હતો તે જ કારભાર ત્રીજી લહેરમાં પણ કરવામાં આવી રહ્યો છે. શહેર અને જિલ્લામાં 168 કોવિડ હોસ્પિટલ ને માન્યતા આપવામાં આવી છે. જ્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જણાવ્યું હતું કે 600 હોસ્પિટલો ફાયર noc આપેલી છે. કોરોના ની ત્રીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ,મંત્રી કલેકટર,મ્યુનિ કમિશ્નરે હાઈ પ્રયરોટી સાથે કોરોના ને લગતી મીટીંગો શરૂ કરી દીધી છે.

દેશમાં રાજ્યમાં અને શહેરમાં કોરોના કેસો વધી રહ્યો છે. ઘરે-ઘરે કોરોના પહોંચી ગયો છે સોસાયટી હોય કે પોળ કોરો પ્રસરી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર ૫ ટકા આંકડા કોરોના ના કેસો ના બતાવવામાં આવી રહ્યા છે. ૯૫ ટકા જે દર્દી ઘરમાં સારવાર લઇ રહ્યા છે તેઓ ના આંકડા બહાર આવતાં નથી. જે દર્દીઓ દવા ઘરેલુ ઉપચાર લઇને સારવાર કરી રહ્યા છે. અને સાજા પણ થઇ રહ્યા છે.બીજી લહેર ના કેસો કરતા ત્રીજી લહેરમાં કેશો અધધ છે. મરણ નો આંકડો ઓછો છે પરંતુ કોરોના પ્રસરી રહ્યા છે. બીજી લહેર કરતા ત્રીજી લહેર ના આંકડા તંત્ર દ્વારા ખોટા બતાવવામાં આવી રહ્યા છે. કેસોની ગંભીરતા બહુ જ છે.જે બીજી લહેર માં આંકડા છુપાવવાનો કારભાર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ત્રીજી લહેર માં પણ આગળ છુપાવવાનો કારો કરવામાં આવી રહ્યો છે. હીરો અને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો જે મેડીકલ બુલેટિન આવે છે.તેમાં બુધવારના રોજ ૮૬૨ આંકડો કોરોના કેસ નો બહાર આવ્યો હતો. તંત્ર દ્વારા પણ કોરોના ટેસ્ટિંગ ,ધન્વંતરી રથ અને સંજીવની રથ શહેરમાં કામગીરી કરી રહ્યું છે.

ફાયરના કડક કાયદાનું પાલન કરવામાં આવે તો ૨૦% ફાયરના સાધનોને જ એનઓસી મળે

ફાયર વિભાગ હાઇકોર્ટના હુકમને પણ ઘોળીને પી ગયા છે. ફાયર વિભાગે હવે શહેર માં આવેલી તમામ હોસ્પિટલો નર્સિંગ હોસ્પિટલો અને કોવિડ હોસ્પિટલ, કોરોના ની સેગમેટ ૧ અને સેગમેન્ટ ૨ હોસ્પિટલનું કડક ચેકિંગ કરી ફાયર વિભાગે નોટિસ આપીને સિલ ની કાર્યવાહી કરવી જોઈએ. ફાયર ના સાધનો , ફાયર NOC છે કે નહીં તેનું પર ચેકિંગ કરવું જોઈએ. ફાયર વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં છે કોરોના ના ત્રીજી લહેર પહોંચી ગઈ છે અને દર મિનિટે દર્દીઓના આંકડા વધતા જાય છે. ત્રીજી લહેર માં ફાયર વિભાગ એન.ઓ.સી.ના ઘોડા માત્ર કાગળ પર દોડાવી રહ્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન થાય તો એનોસીની ફેર તપાસ થાય તો લોલમલોલ બહાર આવે. ફાયરના જે નિયમો છે તો તમામ હોસ્પિટલને લાગુ પડતા હોય છે. ફાયરના કડક કાયદાનું પાલન કરવામાં આવે તો ૨૦ ટકા સાચી ફાયરના સાધનો અને એન ઓ સી મળે, બાકી ગોઠવણ અને કાગળના ઘોડા વચ્ચે અથવા નેતાઓ- અધિકારીના દબાણથી આપવામાં આવેલી હોય છે.

૬૦૦ જેટલી હોસ્પિટલમાં ફાયર NOC આપેલી છે : ભારત બ્રહ્મભટ્ટ

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ભારત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં ૧૬૮ કોવિડ હોસ્પિટલને માન્યતા આપી છે પરંતુ ફાયર વિભાગ પાસે ૬૦૦ જેટલી હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી આપેલી છે.

સરકારી વિભાગમાં નોટિસ આપવાની ફાયર વિભાગમાં હિંમત નથી

શહેરમાં ખાનગી બહુમાળી મિલકતોને ફાયર એનોસી મુદ્દે નોટિસ આપવાની અને નોટિસ બાદ સિલ મારવાની કાર્યવાહી પુરજોશમાં ચાલુ કરી હતી.149 જેટલી સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ફાયરનાં સાધનો અને એન ઓ સી રીન્યુ ન કર્યા હોવાનો સરકારી વિભાગ માંથી માહિતી બહાર આવી હતી. ગુજરાત મિત્ર અને ટીમ દ્વારા સર્વે કરતા પાલિકા કચેરીમાં ફાયરનાં સાધનો માત્ર શોભાના ગાંઠિયા હોવાનું ખુલ્યું હતું. જેમાં પોલીસ ભવન, નર્મદા ભુવન, કુબેર ભવન અને કલેકટર કચેરી સહિત મોટાભાગની સરકારી કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો રીન્યુ વગરના ખોટકાયેલા હતા. ફાયર વિભાગ મૂંઝાયેલો હતું કે સરકાર વિભાગને નોટિસ આપવી કે ખાનગી ને આપીએ. કેટલાક વેપારી એસોસિયેશન અને રાજકારણીઓ એકશનમાં આવી ગયા હતા અને હોબાળો મચાવતાં ખાનગી વિભાગ ની સિલની કામગીરી અટકી પડી હતી. સરકારી વિભાગમાં નોટિસ આપવાની ફાયર વિભાગને જીગર ચાલતી નથી. લોકોને કાયદો બતાવનાર સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં ફાયર વિભાગ ના સાધનો ના હોય તો ખાનગી હાઈરાઈઝ બિલ્ડીંગો હોસ્પિટલોમાં, સ્કૂલો ,બેંકો ઇન્સ્યોરન્સ કંપની, હોટલ, રેસ્ટોરન્ટ , વગેરેમાં ક્યાંથી હોય.કયા નેતા – અધિકારી ના ઇશારે ફાયર noc કામગીરી બંધ થઈ.

Related Posts