World

અફઘાનીસ્તાનના કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ ઉપર હુમલો :ISISએ લીધી જવાબદારી

અફઘાનીસ્તાન: અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ (Pakistan Embassy) પર હુમલો (Attack) થયો હોવાની ખબર પ્રકાશમાં આવી છે. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસ (ISIS) દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં પાકિસ્તાનના દૂતાવાસ પ્રભારી રાજદૂતનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જોકે એક સુરક્ષાકર્મીના ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. બે હથિયારધારી લડાકુઓ પાકિસ્તાન દૂતાવાસમાં ઘૂસપેઠ કરીને આવ્યા હતા. દરમ્યાન પાકિસ્તાની દૂતાવાસના પ્રભારી રાજદૂત કમ્પાઉન્ડમાં હતા જયારે તેમનો સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો હતો. હુમલાથી બિલ્ડીંગને પણ નુકશાન થયું હતું. હુમલા વિશેની પત્રિકાઓ અરબીમાં લખીને જાહેર કરવામાં આવી હતી.

  • હુમલાના સમયે પાકિસ્તાની દૂતાવાસના પ્રભારી રાજદૂત કમ્પાઉન્ડમાં હતા
  • હથિયારધારી બે લડાકુઓ દૂતાવાસને નિશાન બનાવ્યો હતો
  • અફઘાનિસ્તાનમાં છુપાયેલા પાકિસ્તાની વિરોધી તાકાતો હુમલાને અંજામ આપી રહી છે

હથિયારધારી બે લડાકુઓ દૂતાવાસને નિશાન બનાવ્યો હતો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે દિવસ પૂર્વે થયેલા હુમલામાં પાકિસ્તાની સુરક્ષાકર્મી ઈસરાર મોહમ્મદ ઘાયલ થયો હતો. તે સેનાના કમાન્ડો યુનિટમાં ફરજ બજવી રહ્યા હતા. બીજીબાજુ દૂતાવાસમાં ફરજ બજવી રહેલા પ્રભારી-રાજદૂત ઉબેદ-ઉર-રહેમાન નિઝામી સુરક્ષિત રીતે બચી ગયા હતા. હુમલા વિષે ઇસ્લામાબાદથી એવો દાવો કરવામાં આવી હતો કે, અફઘાનિસ્તાનમાં છુપાયેલા પાકિસ્તાની વિરોધી તાકાતો હુમલાને અંજામ આપી રહી છે.જેથી હવે ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવેલા આ દાવાને લઇને બને દેશો વચ્ચે હવે તણાવ ભરી સ્થિતિનું નિર્માણ થયું છે. ઇસ્લામાબાદનું વિદેશી મંત્રલાય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઇસ્લામિક સ્ટેટના આ દાવાની ચકાસણી કરવાના પ્રયત્નો કરશે.બીજી તરફ વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે ‘સ્વતંત્રરૂપે અફઘાન અધિકારીઓના પરામર્શથી અમે આ રિપોર્ટમાં સત્યતાની ખરાઈ કરીશું.

હુમલો આતંકવાદના જોખમની સ્પષ્ટ યાદ અપાવી રહ્યું છે
વિદેશ કાર્યાલયના અધિકારીઓ જણાવી રહ્યા હતા કે,આ ઘટના આતંકવાદી હુમલાની યાદ આપવી રહી છે. આવું ન થવું જોઈએ તેવું પણ વિદેશ કાર્યાલય અધિકરીઓ જણાવી રહ્યા હતા. કારણકે આવા હુમલાથી અફઘાનિસ્તાનના પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદના જોખમની સ્પષ્ટ યાદ અપાવી રહ્યું છે. કાર્યાલયે વધુમાં કહ્યું હતું કે, આ ખતરાને ટાળવા અને સુરક્ષાને વધારવા માટે આપણે બધા સામૂહિક રીતે કાર્ય પણ કરીશું.

Most Popular

To Top