Business

અફઘાનીસ્નતાનમાં કાબુલ સુરક્ષા મંત્રાલય નજીક જ થયો બૉમ્બ વિસ્ફોટ : ધમાકાની ગુંજ દૂર સુધી સંભળાઈ

નવી દિલ્હી : અફઘાનીસ્નતાનના (Afghanistan) કાબુલ (Kabul) નજીક વિદેશ મંત્રલાયની બરોબર સામે એક મોટો બૉમ્બ વિસ્ફોટ (Bomb Explosion) થયો હોવાના સમાચાર આવ્યા છે. આ ઘટના બાદ ચારેબાજુ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બૉમ્બ ધમાકો એટલો જોરદાર હતો કે તેની ગુંજ દૂર-દૂર સુધી સંભળાઈ હતી. બ્લાસ્ટને લઇને ઘટના સ્થળ ઉપર ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી ઘટના બાદ સુરક્ષા દળનો કાફલો મોટી સંખ્યામાં પહોંચી ગયો હતો. આ ઘટનાની ખરાઈ થયા બાદ સુરક્ષા એજન્સીના પ્રવક્તાએ તેઓના ઓફિશ્યલ ટ્વીટ એકાઉંટ ઉપર ઘટનાની ખરાઈ કરી હતી..

  • બૉમ્બ ધમાકો એટલો જોરદાર હતો કે તેની ગુંજ દૂર-દૂર સુધી સંભળાઈ
  • બ્લાસ્ટ થયો હતો ત્યારે તાલિબાની અને ચીની અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી હતી
  • સુરક્ષા એજન્સીના પ્રવક્તાએ તેઓના ઓફિશ્યલ ટ્વીટ એકાઉંટ ઉપર ઘટનાની ખરાઈ કરી

મંત્રલાયમાં તાલિબાન અને ચીની અધિકારીઓ વચ્ચે ચાલતી હતી બેઠક
એક સમાચાર એજન્સી મુજબ આ બૉમ્બ બ્લાસ્ટ વિદેશ મંત્રલાયના ગેટ ની બરોબર સામે થયૉ હતો દરમ્યાન અહીં ફાયરરીગ પણ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.એજન્સીના અહેવાલમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ બ્લાસ્ટ થયો હતો ત્યારે તાલિબાની અને ચીની અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી હતી. આ દરમ્યાન જ મંત્રાલયના ગેટની બહાર જોરદાર બ્લાસ્ટની ઘટના બાની હતી.

અગાઉ પણ વિસ્ફોટ થયા હોવાની ઘટના બની છે
આથી પહેલા જાન્યુઆરીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ ત્રણ દિવસ પહેલા કાબુલ સૈન્ય એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગયા મહિને કાબુલના મધ્યમાં ચીનની માલિકીની એક હોટલને નિશાન બનાવવામાં આવી હતી. જણાવી દઈએ કે ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.

સમાચાર એજન્સીના માધ્યમથી પ્રાપ્ત વિગતો મુજબ એક આત્મઘાતી બોમ્બરે એક ઉપકરણમાં વિસ્ફોટ કર્યો હતો જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા. “મેં લગભગ 20-25 પીડિતો જોયા,” જમશેદ કરીમ, ડ્રાઇવર, એએફપી દ્વારા ટાંકવામાં આવ્યા હતા. મને ખબર નથી કે તેમાંથી કેટલા માર્યા ગયા છે કે ઘાયલ થયા છે. “તે મારી કારની નજીકથી પસાર થઈ અને થોડીક સેકન્ડ પછી જોરદાર ધડાકો થયો હતો.

Most Popular

To Top