World

અમેરિકામાં એર સિસ્ટમ ફેલ, તમામ ફ્લાઈટ્સ બંધ, એરપોર્ટ પર ભારે ભીડ, મુસાફરો અટવાયા

વોશિંગ્ટનઃ (Washington) કોમ્પ્યુટરની ખામીને કારણે સમગ્ર અમેરિકામાં (America) ફ્લાઈટ્સ (Flights) બંધ કરી દેવામાં આવી છે. અમેરિકન મીડિયાના અહેવાલોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કમ્પ્યુટર આઉટેજની સમસ્યા જોવા મળી હતી. ત્યારથી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

ટેક્નિકલ ખામીને પગલે યુએસમાં તમામ ફ્લાઇટ્સને જમીન પર ઉતારી દેવામાં આવી છે. આ ખામીયુક્ત સિસ્ટમ ફ્લાઇટ દરમિયાન પાઇલટ્સને જોખમો અથવા એરપોર્ટ સુવિધા સેવાઓ અને સંબંધિત પ્રક્રિયાઓમાં કોઈપણ ફેરફારો વિશે ચેતવણી આપતી હતી. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે ફ્લાઈટ સિસ્ટમમાં ગરબડ થતાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ અમેરિકન એરપોર્ટ પર મુસાફરોની ભીડને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે. FAA એ કહ્યું કે તેની ટીમ સિસ્ટમમાં ખામીને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.

સત્તાવાળાએ નોટમ જારી કર્યું
FAAએ પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ખરાબી પછી NOTAM (નોટિસ ટુ એર મિશન) જારી કરવામાં આવી હતી. NOTAM એ એક ચેતવણી છે જે ચોક્કસ એરસ્પેસમાં તમામ ફ્લાઇટ્સને પ્રતિબંધિત કરે છે. મિસાઇલ અથવા અન્ય એરબોર્ન ડિવાઇસના પરીક્ષણ દરમિયાન ઘણીવાર નોટમ જારી કરવામાં આવે છે જેનાથી સામાન્ય એરક્રાફ્ટ કામગીરી માટે જોખમ ઊભું થવાની સંભાવના રહે છે.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ની નોટિસ ટુ એર મિશન સિસ્ટમ પાઇલોટ અને અન્ય ફ્લાઇટ કર્મચારીઓને જોખમો અથવા એરપોર્ટ સુવિધા સેવાઓમાં કોઈપણ ફેરફારો માટે ચેતવણી આપે છે. આ દ્વારા સામાન્ય પ્રક્રિયાઓ પણ અપડેટ થાય છે. આજે આના દ્વારા કોઈ માહિતી શેર કરી શકાઈ ન હતી. જેના કારણે સમગ્ર અમેરિકામાં એરલાઇન્સ અટકી પડી હતી. બધી ફ્લાઇટ્સ જમીન પર આવી ગઈ છે. અમેરિકન સિવિલ એવિએશન રેગ્યુલેટરની વેબસાઈટને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

NOTAM પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે
માહિતી અનુસાર બુધવારે સવારે 6.45 વાગ્યે સ્થાનિક સમય (ET) મુજબ યુએસમાં અથવા બહાર 1200 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 93 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. યુનાઇટેડ સ્ટેટ્સ FAA એ અહેવાલ આપ્યો કે FAA તેની નોટિસ ટુ એર મિશન સિસ્ટમ (NOTAM) ને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે.

એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા
અમેરિકામાં ફ્લાઈટ સેવાઓ બંધ થવાના કારણે તમામ ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થઈ છે. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. ટેક્નિકલ ખામીને કારણે 1000થી વધુ ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થઈ છે. ત્યારે એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ થઈ ગઈ છે. આ ભીડને વ્યવસ્થિત કરવી તંત્ર માટે મુશ્કેલ બની ગયું છે.

Most Popular

To Top