SURAT

સુરત કોર્ટમાંથી આરોપી ધક્કો મારીને ભાગી ગયો અને પોલીસ…

સુરત(Surat) : લાજપોર સેન્ટ્રલ જેલ(Lajpore Central Jail)માં હત્યાના પ્રયાસ(attempted murder Case)ના આરોપી(accused)ને હેડ ક્વાર્ટર પોલીસ(Police)ના જાપ્તાએ કોર્ટ(Court)માં મુદ્દત દરમિયાન હાજર કરવા માટે લાવ્યા હતા. કોર્ટ કેમ્પસમાં દાખલ થતાની સાથે જ આ આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો હોય સુરત પોલીસ દોડતી થઇ હતી. ભાગી ગયેલા આ આરોપી સામે લિંબાયતમાં હત્યાનો ગુનો પણ નોંધાયો હોવાની વિગતો મળી છે.

  • હત્યાના પ્રયાસનો આરોપી કોર્ટ સંકૂલમાંથી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો
  • જેલમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટ મુદ્દત માટે હાજર કરાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતા અરૂણ તારાચંદ પાટીલની સામે મે-2022માં લાજપોર જેલમાં મારામારી કરવાના ગુનામાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ હતી. અરૂણ લાજપોર જેલમાં જ હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી, તેની સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. હાલમાં આ કેસની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આજરોજ અરૂણને સુરત પોલીસ વિભાગના હેડ ક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે લાજપોર જેલથી સરકારી વાહનમાં સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યાના અરસામાં ભીડનો લાભ લઇને અરૂણને કોર્ટ કેમ્પસમાં લઇ જવાયો ત્યારે અરૂણ પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. પોલીસ અને લોકોની હાજરી વચ્ચે અરૂણ ભાગી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

લીંબાયતમાં કરી હતી હત્યા
આ મામલે ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી, જે અંગે પોલીસે અરૂણની સામે વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણની સામે સને-2020માં લિંબાયતમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અરૂણે હરીફ ગેંગના ગણેશ નામના યુવકની હત્યા કરી હતી. આ ઉપરાંત અરૂણ જ્યારે લાજપોર જેલમાં હતો ત્યારે તેને વિશાલ વાઘની ગેંગના સભ્ય ઉપર પતરુ કાપીને તેનાથી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઇ છે. ગંભીર ગુનાનો આરોપી છતાં પણ પોલીસ દ્વારા બેદરકારી દાખવી હોય આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી ગયો હતો.

Most Popular

To Top