National

ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો અને વાહન માલિકોને આ 16 ઓનલાઇન કાર્ય માટે આધાર કાર્ડ જરૂરી

જો તમે લાઇસન્સ (License) અથવા વાહન સંબંધિત કાર્ય કરો છો તો તમારા માટે આ સમાચાર તમારી માટે છે. ભારત સરકાર કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો અને વાહન માલિકોને 16 પ્રકારના ઑનલાઇન કાર્ય માટે આધાર પ્રૂફની જરૂર પડશે.

આમાં ડ્રાઇવિંગ લાઇસન્સ લર્નિગ લાઇસન્સ (Learning License), ડીએલ (DL) નું નવીકરણ, સરનામું બદલવું, નોંધણીનું પ્રમાણપત્ર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ (International driving license) આપવું, ટ્રાન્સફરની સૂચના અને એક માલિકથી બીજા માલિકને વાહન ટ્રાન્સફર કરવા માટેની અરજીનો સમાવેશ થાય છે.

માર્ગ પરિવહન મંત્રાલયના ડ્રાફ્ટ મુજબ, પોર્ટલ દ્વારા વિવિધ ઑનલાઇન સેવાઓ મેળવવા ઇચ્છતા કોઈપણને આધાર વેરિફિકેસ્ન કરવું જરૂરી . બીજી બાજુ, આધાર વેરિફિકેશન (Verification) નકલી દસ્તાવેજો (Documents) ને અટકાવી શકે છે.

એક અધિકારીએ કહ્યું કે લોકો કોરોના (Corona) રોગચાળાથી ઓનલાઇન સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને મોટાભાગના લોકો આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, સરકાર તેને લોકપ્રિય બનાવવા માંગે છે. તેમજ રાજ્ય સરકારને આ પહેલ લોકોને લોકોમાં લોકપ્રિય બનાવવા કહેવામાં આવશે.

સરકારે આ અંગે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે લોકો આધાર વેરિફિકેસ્ન માટે નથી જતાં , તેઓને આવી સેવાઓ મેળવવા માટે રૂબરૂમાં કચેરીઓની મુલાકાત લેવી પડશે. ઑનલાઇન સેવાઓ માટે આધાર આવશ્યક છે.

સરકારે આ અંગે સૂચનો માંગ્યા છે. ઑનલાઇન પ્રક્રિયા દરમિયાન ફ્રોડ થવાની સંભાવના પણ છે. તેને કાબૂમાં કરવા માટે સરકાર આધારને જરૂરી બનાવી રહી છે જેથી ફ્રોડ રોકી શકાય.

સરકારનું માનવું છે કે આધાર વેરિફિકેસ્ન નકલી દસ્તાવેજો અને વ્યક્તિઓને ઓળખવામાં મદદરૂપ થશે, જે ભારતમાં માર્ગ સલામતીમાં અવરોધ છે. હવે સરકાર તેને પ્રોત્સાહિત કરશે જેથી વધુ લોકો તેમાં જોડાઈ શકે.

હાલમાં, આધાર કાર્ડ આજે દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. દેશના દરેક નાગરિકની પાસે 12-અંકનો અનન્ય નંબર હોવો આવશ્યક છે. જો તમારું આધાર કાર્ડ બને છે અને તમે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો, તો પછી આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે આધારકાર્ડ સાથે જોડાયેલી દરેક સુવિધા નો લાભ કોઈપણ કચેરી ના ધક્કા કરિયા વગર જ ઓનલાઈન લય સકો છો

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top