SURAT

બોબી દેઓલની જેમ દારૂની બોટલ માથે મુકી કતારગામના યુવકે ડાન્સ કર્યો, વીડિયો વાયરલ

સુરત (Surat) : એનિમલ (Animal) મુવીમાં બોબી દેઓલની (Boby Deol) જેમ માથા ઉપર દારૂની બોટલ મુકીને ડાન્સ કરતા યુવકનો એક વીડિયો ઝડપભેર વાયરલ થયો હતો. આ અંગે કતારગામ પોલીસે ઓળખ કરી યુવકની સામે ગુનો દાખલ કર્યો છે.

  • કતારગામ ખાતે લગ્નપ્રસંગમાં યુવક ખાલી બોટસ મુકીને નાચતો હોવાનો વીડિયો ઝડપભેર વાયરલ થયો હતો
  • વીડિયો વાયરલ થતાં ઓળખ કરી પોલીસે યુવકની ધરપકડ કરી

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક દારૂની ખાલી બોટલ માથા ઉપર મૂકીને એનિમલ મુવીની જેમ ડાન્સ કરતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થતા પોલીસે તપાસ કરી હતી.

દરમિયાન વીડિયો કતારગામ ખાતે સાંઈબાબા મંદિર પાસેનો હોવાનું ધ્યાને આવ્યું હતું. એક લગ્ન પ્રસંગમાં યુવકે તેના માથા ઉપર એનિમલ મુવીમાં બોબી દેઓલ જે રીતે દારૂની બોટલ માથા ઉપર મૂકીને ડાન્સ કરે છે. તે રીતે ડાન્સ કરતો હોવાનું જણાતા કતારગામ પોલીસે આ અંગે ગુનો નોંધી રોની ડેનિશભાઈ જીતુરી (ઉ.વ.28, સાંઈ કોમ્પલેક્ષ, કતારગામ) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top