Madhya Gujarat

દાહોદમાં ફટાકડાના વેચાણમાં દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનો વિરોધ

       દાહોદ: દાહોદ શહેરમાં ફટાકડાના વેચાણમાં ખાસ કરીને હિન્દુ દેવી દેવતાવાળા ફટાકડાનો વિરોધ નોંધાવી આ વખતે દાહોદ હિન્દુ સંગઠનો દ્વારા આવા ફટાકડાના જથ્થાનો ફટાકડાની દુકાને દુકાને જઈ નાશ કર્યાેં હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા પ્રજાજનોમાં તલપાપડ થઈ રહ્યાં છે અને તેમાંય ખાસ કરીને ફટાકડા ફોટડવાના શોખીન એવા દાહોદવાસીઓએ ફટાકડાની ખરીદી કરતાં પણ જાેવા મળી રહ્યાં છે ત્યારે બીજી તરફ આ વખતે દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ દેવી દેવતાના ચિત્રવાળા ફટાકડાનો નાશ કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદના યશ માર્કેટ અને કેશવ માધવ રંગમંચ ખાતેના ફટાકડા બજારમાં હિન્દુ સંગઠનો પહોંચ્યા હતાં અને ફટાકડાનું વેચાણ કરતાં દુકાનદારોને હિન્દુઓની લાગણી દુભાય તેવા હિન્દુ દેવી, દેવતાના ચિત્રવાળા ફટાકડાનું વેચાણ ન કરવા ફટાકડાના વેપારીઓને અપીલ પણ કરાઈ રહી છે.

Most Popular

To Top