મુંબઈ: પોર્ન વીડિયો (Porn film) બનાવવાના કેસમાં ફસાયેલી શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ને 14 દિવસની ન્યાયિક હિરાસત (Judicial custody)માં મોકલવામાં આવ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા રાજ કુંદ્રા સામે અશ્લીલ રેકેટનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રાઇમ બ્રાંચને ખબર પડી કે આ કેસના તાર પ્રખ્યાત ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે સંબંધિત છે, ત્યારે તેણે તપાસ શરૂ કરી હતી. પાંચ મહિનાની તપાસ બાદ ક્રાઇમ બ્રાંચને મજબૂત પુરાવા (strong proof) મળ્યા જેના આધારે રાજની ધરપકડ કરવામાં આવી હતી. રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પર બતાવવાનો આરોપ છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 માં રાજ કુંદ્રા સામે ફરિયાદ નોંધાઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસે અશ્લીલ રેકેટ ચલાવવા બદલ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. ઉમેશ કામતે અગાઉ કુંદ્રાની કંપનીમાં કામ કર્યું હતું.
આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ છે રાજ કુંદ્રા,
મુંબઈ ક્રાઈમ બ્રાંચે કહ્યું છે કે રાજ કુંદ્રા આ સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ છે. રાજ કુંદ્રા અને બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરીન નામની કંપની બનાવી છે. જેના પર પોર્ન મૂવીઝ બતાવવામાં આવી રહી છે. ફિલ્મોના વીડિયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા હતા અને વી ટ્રાન્સફર દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, જ્યારે ફેબ્રુઆરીમાં અશ્લીલ રેકેટનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. તે દરમિયાન રાજ કુંદ્રાએ તુરંત તેનો ફોન બદલ્યો હતો.
ભૂતકાળમાં થયેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચને પોર્ન વીડિયોના ધંધા સાથે જોડાયેલા ઘણા પુરાવા મળ્યા હતા. ટીમે રાજના ઘર અને ઓફિસના તમામ સર્વરો પણ કબજે કર્યા હતા. આ સાથે તેની ભાભી પ્રદીપ બક્ષી સામે લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, આ મામલે હજુ સુધી શિલ્પા શેટ્ટીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ આ મામલે શિલ્પાની પણ પૂછપરછ કરવામાં આવી છે. શુક્રવાર, જ્યારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ જુહુ ખાતે શિલ્પા અને રાજના ઘર પર દરોડો પાડ્યો, પોલીસે રાજને પણ તેમની સાથે રાખ્યો હતો.
આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને તેના પતિ વચ્ચે ઘણી ચર્ચા પણ થઈ હતી. પોલીસે શિલ્પાની ત્યાં પણ લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. અભિનેત્રીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે તે હોટશોટ એપ્લિકેશન વિશે કંઈપણ જાણતી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પા પૂછપરછ બાદ નર્વસ જોવા મળી હતી.