આપણા મોરારજી દેસાઇની એક ખૂબીનો જોટો દુનિયામા બીજો જડે તેમ નથી. એવા સમર્થન નેતાની યાદમાં આજે દેશમાં એક પણ પુલ નથી. એક પણ યુનિવર્સિટી નથી. એક પણ એરપોર્ટ નથી. એક પણ ભારતીય કક્ષાનો એવોર્ડ નથી. એક પણ સ્ટેડિયમ નથી અને એક પણ હોસ્પિટલ નથી. આપણે કેટલા કદર કંજૂસ છીએ કે મોરારજીભાઇના નામ સાથે જોડાયેલું એક પણ ઓડિટોરિયમ કે ઉપવન નથી. આવો સમર્થ અને અભ્રષ્ટ સ્ટેટસમેન બીજો કયાંય ન મળે. પ્રજા તરીકે આપણી ગરીબી કેટલી હઠીલી છે. અરે એમના વતન વલસાડમાં કોઇ હાઇસ્કૂલ સાથે પણ મોરારજીભાઇનું નામ જોડાયું નથી કે સુરત કે વલસાડ પંથકનાં કોઇ મોટા રસ્તાનું નામ મોરારજી દેસાઇ માર્ગ નથી. મેરા ભારત મહાન?
ગંગાધરા-જમિયતરામ હ. શર્મા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.