અંકલેશ્વરના મેવાડા ફળિયામાં બે માળનું એક મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
અંકલેશ્વરના મેવાડા ફળિયામાં એક મકાનના બાંધકામની કામગીરી ચાલી રહી હતી. ત્યારે બાજુમાં દીપક સોનીનું જૂનું મકાન ગુરુવારે બપોરે ભારે ધડાકા સાથે ધરાશાયી થયું હતું. અવાજ સાંભળી ફળિયાના રહીશો દોડી આવ્યા હતા.
પરંતુ ઘરમાં કોઈ ન હોવાથી હાશકારો લીધો હતો. લોકો દ્વારા નગરપાલિકા, વીજ કંપની તથા ગુજરાત ગેસને જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ લાઇન તથા ગેસ લાઇન બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી.