જેમ જેમ શહેરીકરણનો વ્યાપ વધતો જાય તેમ લોકો માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવી પડે. લોકોને સરકારી કામકાજ માટે જુદી જુદી કચેરીઓમાં જવું ન પડે તે માટે સરકાર તરફથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કચેરી શરૂ કરવામાં આવી છે. મહાનગરોમાં મહાનગરપાલિકાની ઝોનલ કચેરી શરૂ કરવામાં આવી છે. લોકોને ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થઈ શકે પરંતુ જેઓ વિકલાંગ અને વયોવૃદ્ધ છે, જેમને ઘરે કોઇ નથી તેઓને સરકારી સેવા પૂરી પાડવા મોબાઇલ વાન શરૂ કરવી જોઈએ. હાલ બધા વ્યવહારો ડિજીટલ માધ્યમ દ્વારા કરવામાં આવે છે ત્યારે ડિજીટલથી અજાણ વયોવૃદ્ધને કોઇ બનાવી ન જાય તે પણ જોવાનું રહે. શહેરના દરેક વિસ્તારમાં સરકારી સેવા પૂરી પાડવા માટે મોબાઇલ વાન શરૂ કરવા વિચારવું જોઈએ એવું નથી લાગતું?
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.