દેશમાં જ્ઞાતિપ્રથા અને જાતિવાદ સદીઓથી ચાલતો આવ્યો છે. અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું કલંક છે. આપણે 2047 નું ભારત કેવું હશે તેનો એજન્ડા અત્યારથી જ નક્કી કરવો પડશે. અસ્પૃશ્યતા અને ભેદભાવના લીધે આ જ્ઞાતિનાં લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે ત્યારે દરેકને પ્રશ્ન થવો જોઈએ કે શું ધર્મ પરિવર્તનથી ખરેખર પરિવર્તન આવ્યું છે ખરું? એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવવું પડશે અને તે માટે આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ થયે 2047 ના ભારતની કલ્પનામાં દેશ અસ્પૃશ્યતા મુક્ત હશે એવો વિચાર વહેતો કરવો પડશે. જો કે દેશ આઝાદ થયો એટલે કાયદાથી અસ્પૃશ્યતા નાબૂદ થઇ જાય છતાં દેશમાં પ્રવર્તતી હોઇ ત્યારે atrocity act બનાવવો પડે એ દિશામાં વિચારવું પડે. 2047 સુધીમાં ઘણા કાયદા abeyance માં મૂકવા પડે તેવું આયોજન કરવું જોઈએ. દરેક માનવીમાં રહેલી માનવતાથી મોટો કોઇ ધર્મ નથી.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.