ગમે ત્યાં કચરો ફેંકવો,ચાલતા ચાલતા અથવા બસમાં બેઠા હોય તો ત્યાં બારીમાંથી રસ્તા ઉપર પાનની પિચકારી મારવી,ઠેર ઠેર જ્યાં પણ કચરાના ઢગલા પડેલા દેખાય તો તેમાં ઉમેરો કરવો,ઘરની બારીમાંથી રસ્તા પર કચરો નાખવો તે ત્યાં સુધી કે એ જગ્યા પરથી કોઈ વ્યક્તિ પસાર થતી હોય તો કચરો તેની ઉપર પડશે તેની ફિકર કર્યા વગર.આ બૂરી આદતોને લીધે શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલા નજરે પડે છે.તે ઉપરાંત યુવાનો ખાસ કરીને રાત્રિના સમયે જે બેફામ રીતે કાર હંકારે છે જેને લીધે અકસ્માતો થાય છે અને નિર્દોષ નાગરિકો મોતને ઘાટ ઊતરે છે તે પણ બૂરી આદત જ છે અને બહુ સહેલાઈથી સુધારી શકાય તેમ છે. આ બધી બૂરી આદતો છે અને અત્યંત સહેલાઈથી દૂર કરી શકાય એવી છે.જરૂર છે તેના અમલની.તેમ કરવાથી શહેર તો સ્વચ્છ રહેશે જ પણ સાથે સાથે મહાનગરપાલિકાના એ ખાતાને પણ થોડી રાહત થશે.તો આપણે દરેકે વ્યક્તિગત રીતે આવી બૂરી આદતો દૂર કરવાની પ્રતિજ્ઞા લઈને તેનો કડકાઈથી અમલ કરવો જોઈએ તેમા બેમત ન હોઈ શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.