Halol

પાવાગઢમાં કુદરતી કહેર! પથ્થરો ધસી પડતાં યાત્રાધામમાં ચીસોનો માહોલ, 2નાં મોત, અનેક ઘાયલ

રોપ-વે ટીમ અને પોલીસનો રેસ્ક્યુ ઓપરેશન; ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

વહેલી સવારે પાટિયાપુલ નજીક દુર્ઘટના; 15 જેટલા યાત્રિકો દબાયા, બે મૃતદેહ મળી આવ્યા
વડોદરા: પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના સમયે પાટિયાપુલ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે પાણીના જોરદાર પ્રવાહને કારણે પથ્થરો ધસી પડતાં યાત્રિકો તેની નીચે દબાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ 15 જેટલા લોકો આ ઘટનામાં સપડાયા હતા. અત્યાર સુધી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ, રોપ-વે ટીમ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને પથ્થરો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચાર લોકો પથ્થરો નીચે દબાયા હોવાની શરૂઆતની માહિતી સામે આવી હતી, જ્યારે કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર હાલતમાં ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પણ બે લોકો પથ્થરો નીચે દબાયેલા હોવાની આશંકાને પગલે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ છે.

Most Popular

To Top