Business

પરિવહન

ધબકતું જીવન ગતિશીલ હોય છે. કુદરતે પણ માનવ શરીરમાં એવું જ અનોખું પરિવહન સર્જ્યું છે. રુધિરાભિસરણ લોહીનું પરિવહન જ છે. વર્તમાન વિશ્વમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ તેની જરૂરિયાત છે. વિશ્વના અમુક દેશોની ધરતીમાંથી તે પ્રાપ્ત થાય છે. એ દેશો તે ઈંધણ અવરોધી શકે છે, ઊંચી કિંમત વસુલ કરી શકે છે. હાલમાં બંને પ્રકારના પરિવહનના સંદર્ભમાં આપત્તિ સર્જાઈ છે પેટ્રોલ – ડીઝલ જેવાં ઈંધણના ભાવ વધતાં જ જાય છે અને તેને પરિણામે મોંઘવારી વધતી જાય છે. વાહનોના પરિવહન માટે ઉદ્ભવેલી આપત્તિના જેવી જ બીજી આપત્તિ માનવશરીરના લોહીના પરિવહન માટેની જરૂરિયાતની. અકસ્માતોમાં ભોગ બનેલાઓને પણ રક્તદાન પર નિર્ભર રહેવું પડે છે. એક્સિડન્ટ, ગર્ભાવસ્થા જેવી ઈમરજન્સી તથા વિવિધ સર્જરી માટે આવશ્યક રક્તદાનની શિબિરોનું આયોજન વધુને વધુ પ્રમાણમાં થાય એવા પ્રયાસો વેગવંત બનવા જોઈએ. સામાજિક સંસ્થાઓ, મંડળો આ સમસ્યા દૂર કરવામાં ભાગ ભજવી શકે છે, વધુને વધુ રક્તદાન શિબિરો યોજાય તે માટે સૌ નાગરિકોએ જાગૃત થવું પડશે. પેટ્રોલ – ડીઝલ જેવાં ઈંધણની સમસ્યા ઉકેલવા તો વિકલ્પ છે પણ લોહીની અછત માટે રક્તદાન સિવાય કોઈ વિકલ્પ નથી. બંને પ્રકારના પરિવહન માટે સનિષ્ઠ પ્રયાસ થાય તો જ સમસ્યા મહદ્ અંશે હલ થાય.
સુરત     – યુસુફ એમ ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top