Charchapatra

મોંઘવારીનું વિષચઠ

સરકાર પાસે પેટ્રોલ ડિઝલનો પૂરતો જથ્થો છે, સરકાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કરવાનો ઇરાદો ધરાવતી નથી. વગેરે શોરબકોર વચ્ચે અંતે તેના ભાવ-વધારો થઇ ચૂક્યો છે. તેના 2 દિવસ અગાઉ ગુજરાતની અમૂલ ડેરી અને ડિલ્હીની મધર ડેરીએ દૂધના ભાવ વધારો કરી દીધો હતો. પેટ્રોલ તેમજ દૂધ એવી બે બાબતે પારસમાણ જેવી છે કે તે જેને અડે તેમાં ભાવવધારો પ્રવેશ કર્યે જ છૂટકો થાય. પેટ્રોલમાં ભાવ વધારો થયો એટલે રીક્ષા ભાડું પ્રાઇવેટ વાહનો તેમજ રાજ્ય પરિવહનની બસોમાં ભાવ વધારો થાય. દવા, શાકભાજી, સ્ટેશનરી, હાર્ડવેર, પુસ્તકો વગેરેની કિંમતમાં વધારો થાય. દૂધનો ભાવ વધારો થાય એટલે કે ચા-કોફી, દહીં, છાશ, લસ્સી આઇસ્ક્રીમ વગેરેમાં ભાવ વધારો થાય.

અમૂલ દૂધની ખપત ભારતભરમાં છે. અમારા મને અમૂલમાં ગુજરાતી અંગ્રેજી અખબારો અને TV પરની જાહેરાતો બંધ કરે તો ભાવ-વધારો કરવાની જરૂરી ન રહે. અમૂલના વર્ષે કરોડો રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચાતા હશે. તે જ રીતે સરકારી કાર્યક્રમોમાં ગાડી તેમજ સંખ્યાબંધ બસો દોડાવવા પાછળ પેટ્રોલના ધૂમાડા સરકાર બંધ કરે તો પેટ્રોલના ભાવ વધારાની જરૂર ન રહે. બાકી મોંઘવારી હદ બહાર હોવાની બૂબો સાથે આ વિષચક્ર ચાલુ જ રહેવાનું છે. કારણ કે અમૂલ કે સરકારને સુફિયાણી સલાહ સિવાય પોતપોતામાં સુધારો કરવાની લેશમાગ ઇચ્છા નથી.
સુરત     – અશ્વિનકુમાર કારીઆ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top