Charchapatra

શતાબ્દી તરફ

કોઈ પણ જાતના તાર વગર અવાજને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનું સંશોધન ઈટાલીના માર્કોનીએ કર્યું, અલ્ટ્રાશેન્ટ અને માઈલ વોસની મદદથી રેડિયોનું 1936માં સંશોધન કર્યું, મૂળ નામ All India Radio વિવિધ કાર્યક્રમો હવે ટ્રાન્ઝીસ્ટ પર વહેવડાવી શ્રોતાઓને સંતોષનો ઓડકાર આપ્યો. આકાશવાણીનો મોહ આજે પણ અમુક સમાજમાં યથાવત્. શાસ્ત્રીય સંગીત, વિવિધ માહિતી, કૃષિ માહિતી, જવાનોની માહિતી, છાયાગીત, નાટકો શ્રોતાઓને જકડી રાખે. સુરતના ચંદ્રવદન મહેતા, ભગવતીકુમાર શર્મા, યઝદીભાઈ કરંજીઆ ગુજરાતમાંથી અનેક દિગ્ગજ કલાકારોને કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.

સફળ રહી આકાશવાણી. ટી.વી.ના આગમન પછી પણ પોતાનું અસ્તિત્વ સહેજ પણ ડગવા દીધું નથી અને શતાબ્દી ઉજવણી તરફ દોટ મૂકી છે. આકાશવાણી શબ્દ રવીન્દ્રનાથ ટાગોરે આપ્યો હતો. આકાશવાણીના નેવું વર્ષ થયાં. માહિતી દેશના ખૂણે ખૂણેથી એકઠી કરી હળવી ભક્તિમાં પીરસે. આ એવું માધ્યમ છે સમસ્ત દેશમાંથી માહિતી મેળવી શ્રોતાજનોને વાકેફ રાખે. કેટલીય ભાષાના માધ્યમ દ્વારા કાર્યક્રમો પ્રસરિત થાય. પર્યાવરણને પ્લાસ્ટીકમુક્ત કરવાના પ્રયત્નો જારી. એનો ઈતિહાસ નહિ, સહયોગ શ્રોતાઓને આકર્ષે. નવ નવ દાયકા પસાર કર્યા પછી શતાબ્દી તરફ પ્રયાણ યથાવત્ છે. એ સંચાલિત આ વાતને આભારી. અભિનંદન.
સુરત     – કુમુદભાઈ બક્ષી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top