Charchapatra

લોકશાહીમાં કોણ સર્વોપરી ?

થોડા દિવસ પહેલા ગુજરાત મિત્ર દૈનિક અખબારમાં અમરસિંહ ચૌધરી, વ્યારાનું ચર્ચા પત્ર વાંચ્યું. એમાં ઉલ્લેખ કર્યા મુજબ તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ, તાપીની ચેમ્બરમાં બેઠા હતા, દરમિયાનમાં પ્રમુખના અંગત મદદનીશ પ્રમુખને સંદેશો આપે છે કે ડીડીઓ બોલાવે છે. લોક્શાહીમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલ પ્રતિનિધિને પ્રોટોકોલ મુજબ અધિકારી બોલાવી તેમજ હુકમ ન કરી શકે.

તાલીમ દરમિયાન આ બાબત ડીડીઓના ધ્યાને લાવવામાં આવેલ હશે એમ માની લઈએ. પ્રોટોકોલ મુજબ દરેક અધિકારી/પદાધિકારી એ લોકો સાથેનો વ્યવહાર પણ સૌજન્ય પૂર્વક કરવાનો હોય છે. લોક્શાહી મા લોકો દ્વારા ચૂંટવામાં આવેલ પ્રતિનિધિ જે નિણર્ય કરે તેનો અમલ બંધારણમાં રહીને અધિકારી એ કરવાનો હોય છે, માટે લોકશાહીમાં કોણ સર્વોપરી?
સુરત     – ચંદ્રકાંત રાણા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top