મહારાષ્ટ્ર સરકારે જંગલ છોડીને માનવ વસાહતમાં ઘૂસણખોરી કરી રહેલા વાનરોને પકડી લાવનારને તાત્કાલિક રૂપિયા છ સો આપવામાં આવશે એવી જાહેરાત કરી છે. અર્થાત્ હવે વાનરો માનવ વસાહતમાં ઘૂસી ગયા છે અને એમનો ત્રાસ ખૂબ વધી ગયો છે.આપણા દક્ષિણ ગુજરાતમાં હાલમાં જ કોઈક જગ્યાએ કોઈકે સિંહને જોયા હોવાનો દાવો કર્યો છે. તો વળી,દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વારંવાર દીપડાઓ દેખાતાં રહેતા હોવાના અહેવાલો આવતાં રહે છે.ઘણી વખત દીપડાઓએ માનવો પર અને અન્ય પશુઓ પર હુમલા કર્યા હોવાનું પણ બહાર આવતું રહે છે.
આવાં સમાચારો આપણને એવી ચિંતા કરવા પ્રેરે છે કે આવાં પ્રાણીઓની ઘૂસણખોરી હવે હદ વટાવી રહી છે. આપણી ચિંતા વાજબી છે. પરંતુ સાચી હકીકત તો એ છે કે આપણે માણસો એમના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા છીએ….કદાચ એમના સમાજમાં પણ આ અંગે ચિંતા કરાતી હોય તો કોને ખબર? ખરેખર તો આપણે માણસોએ વન્ય અને જંગલ વિસ્તારમાં ઘૂસણખોરી ટાળવી જોઈએ…. વાસ્તવમાં માણસ ઘૂસણખોર છે. અન્ય પરિવારોમાં,સંસ્થાઓમાં કે સંબંધોમાં ઘૂસણખોરી કરનારાઓનો અનુભવ કોને નથી થયો હોતો ?
નવસારી – ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.