ગાંધીનગર : ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ રાજ્યની વિવિધ શાળાઓમાં ક્યાંક ખુશીના ઝૂમતા દ્રશ્યો જોવા મળ્યા, તો ક્યાંક નિરાશાની લાગણીઓ પણ જોવા મળી હતી. કહીં ખુશી, ક્યાંક ગમની સ્થિતિ સર્જાઈ હતી.
આજે ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. આ પરિણામને પગલે રાજ્યની અનેક શાળાઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. તે છતાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાઓમાં કહી ખુશી, કહી ગમ, ના દશ્યો જોવા મળ્યાં હતા. પરિણામ જાહેર થતા જ અનેક શાળાઓમાં ઉજવણીનો માહોલ પણ જામ્યો હતો. સફળ થયેલા વિદ્યાર્થીઓએ ઢોલ-નગારાના તાલે ગરબા રમ્યા તો વળી કેટલાકે ડાન્સ કરીને, કેટલાકે એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ તથા પરિવરજનોમાં પણ ખુશી જોવા મળતી હતી. જ્યારે ઘણા વાલીઓની આંખોમાં હર્ષના આંસુ પણ છલકાતા જોવા મળ્યા હતા.
બીજી તરફ, કેટલાક વિદ્યાર્થીઓ માટે પરિણામ અપેક્ષા મુજબ ન આવતાં નિરાશાનો માહોલ પણ સર્જાયો હતો. આવા વિદ્યાર્થીઓ- વાલીઓને શિક્ષકોએ હિંમત આપી આગળ વધુ મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.