Gujarat

અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ

અમદાવાદ : અમદાવાદ મનપા દ્વારા 14થી 15 વર્ષની ઉંમરની કિશોરીઓને શહેરના અર્બન હેલ્થ સેન્ટરો તથા મ્યુનિસિપલ હોસ્પિટલોમાં નિઃશુલ્ક HPV વેક્સિન આપવામાં આવી રહી છે. જેની મેગા ડ્રાઈવ આવતીકાલથી શરૂ થશે. આ રસીકરણ અભિયાન 30 મે 2026 સુધી ચાલુ રહેશે.

ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત મનપાએ કુલ 48,561 કિશોરીઓને રસીકરણ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 22,137 કિશોરીઓને HPV રસી આપવામાં આવી ચૂકી છે. રાજ્ય સરકાર દ્વારા 5.62 લાખથી વધુ કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 5.06 લાખથી વધુ કિશોરીઓનું રસીકરણ પૂર્ણ થયું છે.

Most Popular

To Top