Gujarat

જામનગરમાં જેલમાંથી ચૂંટણી જીતી ગયા બે આરોપી ઉમેદવારો

GujCTOC કેસના આરોપીઓ છતાં જીત્યા ખિલજી અને ખાફીવોર્ડ 12નું પરિણામ ચર્ચામાં: જેલમાંથી જીત્યા ઉમેદવારો

Jamnagar મહાનગરપાલિકા ચૂંટણી 2026માં એક અનોખું અને ચર્ચાસ્પદ પરિણામ સામે આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 12માંથી જેલમાં રહેલા બે આરોપી ઉમેદવારો Aslam Kareem Khilji અને Altaf Gaffar Khafi ચૂંટણી જીતી ગયા, જેને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચા તેજ બની છે.

જેલમાં હોવા છતાં મળ્યો જનસમર્થન
માહિતી મુજબ આસલમ કરીમ ખિલજી (AAP) અને અલ્તાફ ગફ્ફાર ખાફી (Congress) બંને હાલ GujCTOC કાયદા હેઠળ નોંધાયેલા સંગઠિત ગુનાહિત કેસોમાં ન્યાયિક કસ્ટડીમાં છે. છતાં બંને ઉમેદવારોને સ્થાનિક મતદારોનો વિશ્વાસ મળ્યો અને તેઓ વિજયી બન્યા.

આસલમ ખિલજી હાલમાં મોરબી જેલમાં, જ્યારે અલ્તાફ ખાફી અમરેલી જેલમાં બંધ હોવા છતાં ચૂંટણી જીત્યા છે. બંને ગેંગ વચ્ચે ચાલી હતી અથડામણની પરિસ્થિતિ ,પોલીસ માહિતી મુજબ બંને ઉમેદવારો શહેરના પ્રભાવશાળી ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમના ગેંગ સભ્યો સામે ખૂન, હત્યાનો પ્રયાસ, ખંડણી, ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ અને જમીન કબજાના સહિત 50થી વધુ કેસ નોંધાયેલા છે. તાજેતરમાં બંને ગેંગ વચ્ચે અથડામણ અને ફાયરિંગની ઘટનાઓ બાદ પોલીસ દ્વારા GujCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે બંને હાલ જેલમાં છે.

છતાં વોર્ડ નં. 12માં ફરી જીત નોંધાવી
ચોંકાવનારું એ છે કે બંને ઉમેદવારો અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને આ વખતেও વોર્ડ નંબર 12માંથી ફરી જીત મેળવી પોતાની રાજકીય હાજરી જાળવી રાખી છે.

જામનગર મનપામાં ભાજપનો દબદબો યથાવત
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીના કુલ પરિણામોમાં Bharatiya Janata Party (BJP)એ 64માંથી લગભગ 60 બેઠકો જીતતા ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Indian National Congress (Congress)ને મર્યાદિત સફળતા મળી જ્યારે Aam Aadmi Party (AAP)એ પણ ખાતું ખોલ્યું છે.

રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું પરિણામ
જેલમાં રહેલા આરોપી ઉમેદવારોની જીત બાદ સ્થાનિક રાજકારણ, ઉમેદવારી પ્રક્રિયા અને મતદારોના વલણ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ પરિણામ સ્થાનિક સ્તરે ઉમેદવારોના પ્રભાવ અને સંગઠન શક્તિ દર્શાવે છે.

Most Popular

To Top