12 જિલ્લા, 21 ઇન્ટરચેન્જ અને 2 ટોલ પ્લાઝાની સંપૂર્ણ માહિતી
મેરઠથી પ્રયાગરાજ સુધી નો 594 કિમી લાંબો દેશનો મહત્વપૂર્ણ એક્સપ્રેસવે અનેક એન્ટ્રી-એગ્ઝિટ સુવિધાઓ ધરાવે છે, ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો અને મહત્વપૂર્ણ ગંગા એક્સપ્રેસવે હવે દેશના આધુનિક માર્ગ પ્રોજેક્ટોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લગભગ 594 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવે પર કુલ 12 જિલ્લાઓમાંથી પસાર થતો માર્ગ, 21 ઇન્ટરચેન્જ અને 2 મુખ્ય ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે, જેથી મુસાફરોને સરળ અને ઝડપી મુસાફરી મળી રહે.
ગંગા એક્સપ્રેસવેનો પ્રારંભ મેરઠ જિલ્લાના બિજૌલી ગામ નજીક NH-334 પરથી થાય છે અને તેનો અંત પ્રયાગરાજ બાયપાસ નજીક NH-19 પર થાય છે. આ એક્સપ્રેસવે દિલ્હી-NCR થી પૂર્વી ઉત્તર પ્રદેશ સુધીની મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે.
આ 12 જિલ્લાઓમાંથી પસાર થશે ગંગા એક્સપ્રેસવે
ગંગા એક્સપ્રેસવે નીચેના જિલ્લાઓને સીધી કનેક્ટિવિટી આપશે:
મેરઠ
હાપુર
બુલંદશહેર
અમરોહા
સંભલ
બદાઉં
શાહજહાંપુર
હાર્દોઈ
ઉન્નાવ
રાયબરેેલી
પ્રતિાપગઢ
પ્રયાગરાજ
આ માર્ગથી પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ વચ્ચેનો મુસાફરી સમય નોંધપાત્ર રીતે ઘટશે.
21 ઇન્ટરચેન્જથી મળશે સરળ એન્ટ્રી-એગ્ઝિટ
આ એક્સપ્રેસવે પર કુલ 21 ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે, જેથી નજીકના શહેરો અને હાઇવે સાથે સરળ કનેક્ટિવિટી મળી રહે. આ ઇન્ટરચેન્જ દ્વારા વાહનચાલકો અલગ-અલગ જિલ્લાઓમાંથી સીધા એક્સપ્રેસવેમાં પ્રવેશ અને બહાર નીકળી શકશે. આ ઇન્ટરચેન્જ મુખ્યત્વે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને જિલ્લા માર્ગો સાથે જોડાયેલા રહેશે, જેથી સ્થાનિક તેમજ લાંબા અંતરના મુસાફરોને વિશાળ લાભ મળશે.
2 મુખ્ય ટોલ પ્લાઝા અને અનેક રેમ્પ ટોલ પોઇન્ટ
ગંગા એક્સપ્રેસવે પર કુલ 2 મુખ્ય ટોલ પ્લાઝા મેરઠ અને પ્રયાગરાજ ખાતે બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વાહનો માટે એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ પર અલગ-અલગ રેમ્પ ટોલ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. આ ટોલ સિસ્ટમ દ્વારા મુસાફરો જેટલો માર્ગ ઉપયોગ કરશે તે પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
મુસાફરીમાં થશે મોટો ફેરફાર
આ એક્સપ્રેસવે શરૂ થયા પછી મેરઠથી પ્રયાગરાજ વચ્ચેનો મુસાફરી સમય લગભગ 10-12 કલાકમાંથી ઘટીને 6-7 કલાક જેટલો થઈ જશે. આ માર્ગ 6-લેનનો બનાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તેને 8-લેન સુધી વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
વિકાસને મળશે નવી ગતિ
ગંગા એક્સપ્રેસવે શરૂ થતા ઉત્તર પ્રદેશમાં વેપાર, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ અને કૃષિ પરિવહનમાં મોટી ગતિ મળશે. સાથે-સાથે દિલ્હી-NCR અને પૂર્વાંચલ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.