Chhotaudepur

છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં ટાઇ: ભાજપ–AAP વચ્ચે સત્તા માટે કડક ટક્કર

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 26માંથી 13–13 બેઠકો વહેંચાતા સ્પષ્ટ બહુમતીનો અભાવ
કદવાલ તાલુકા પંચાયતમાં પણ 8–8 બેઠકો સાથે સમાન પરિણામ, સત્તા રચનાને લઈને રાજકીય ઉત્કંઠા

છોટાઉદેપુર |
છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. જિલ્લાની બે મહત્વપૂર્ણ તાલુકા પંચાયતો—છોટાઉદેપુર અને કદવાલ—માં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં સત્તા રચનાને લઈને ઉત્કંઠા વધી છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ 13–13 બેઠકો જીતતા બહુમતીનો આંકડો (14 બેઠકો) કોઈપણ પક્ષ પાર કરી શક્યો નથી. પરિણામે તાલુકા પંચાયત પર સત્તા કોના હાથમાં જશે તે અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
આ જ રીતે કદવાલ તાલુકા પંચાયતમાં પણ સમાન સ્થિતિ સર્જાઈ છે. કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટીએ 8–8 બેઠકો જીતતા અહીં પણ ટાઇની સ્થિતિ ઉભી થઈ છે. બંને તાલુકા પંચાયતોમાં હવે અપક્ષ અથવા આંતરિક રાજકીય સમીકરણો સત્તા રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રિપોર્ટર: સંજય સોની

Most Popular

To Top