Sports

ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે જોરદાર બેટિંગ કરતા 217 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી, તેણે પહેલા જ બોલ પર અભિષેક શર્માને ગુમાવી દીધો. જોકે, ઇશાન કિશન અને ટ્રેવિસ હેડે કમાન સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં પાછી લાવી. બંનેએ મજબૂત ભાગીદારી બનાવી, જેનાથી પાવરપ્લેમાં ટીમ 50 રનને પાર કરી શકી.

ઈશાન કિશન આ મેચનો સૌથી મોટો હીરો રહ્યો. તેણે માત્ર 44 બોલમાં 91 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. ઈશાન પોતાની સદીથી માત્ર 9 રનથી ચૂકી ગયો, પરંતુ તેની આક્રમક બેટિંગથી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મોટી મદદ મળી. તેણે 30 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને સતત આક્રમક રમત બતાવી. હેનરિક ક્લાસેને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે 40 રન બનાવીને ઈશાનને સારી સાથ આપી અને ટીમનો સ્કોર ઝડપી ગતિએ આગળ વધાર્યો. છેલ્લી ઓવરોમાં હૈદરાબાદે વધુ રન ઉમેર્યા અને 20 ઓવરમાં 5 વિકેટે 216 રન બનાવ્યા. ઇનિંગ્સના છેલ્લે બોલ પર છગ્ગો ફટકારાતા ટીમ 216 સુધી પહોંચી અને રાજસ્થાનને 217 રનનો ટાર્ગેટ આપ્યો.

રાજસ્થાન તરફથી બોલિંગમાં જોફ્રા આર્ચર સૌથી સફળ રહ્યો, તેણે 2 વિકેટ લીધી. ઉપરાંત સંદીપ શર્મા, તુષાર દેશપાંડે અને રિયાન પરાગને 1-1 વિકેટ મળી. નાન્દ્રે બર્ગરે પણ સારી બોલિંગ કરી અને એક ઓવરમાં સતત 4 યોર્કર નાખીને બેટ્સમેનોને રોકવાનો પ્રયાસ કર્યો. જો હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદે 12 જીત મેળવી છે જ્યારે રાજસ્થાને 9 મેચ જીતી છે. ખાસ કરીને હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર ટીમનો દબદબો રહ્યો છે, જ્યાં 6માંથી 5 મેચ હૈદરાબાદે જીતી છે. હવે જોવાનું રહેશે કે રાજસ્થાન રોયલ્સ આ મોટા ટાર્ગેટનો પીછો કરી શકે છે કે નહીં. મેચ ખૂબ જ રોમાંચક બનવાની આશા છે.

Most Popular

To Top