Dakshin Gujarat

ગ્લોબલ એક્સપોઝર : પારૂલ યુનિ.ના ૩૪ દેશોની ૧૦૨ યુનિ. સાથે એમઓયુ

વિદ્યાર્થીઓ માટે ૩૦ સેમેસ્ટર એક્સચેન્જ અને ૨૩ સમર સ્કૂલ પ્રોગ્રામ

ડોદરા, ભારતની પ્રતિષ્ઠિત યુનિ.માં સ્થાન ધરાવતી પારૂલ યુનિ.એ ઝડપથી બદલાતા વૈશ્વિક બિઝનેસ લેન્ડસ્કેપને અનુરૂપ વિદ્યાર્થીઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા, ઉચ્ચ-અભ્યાસમાં મદદરૂપ બનવા તથા તેમને ગ્લોબલ એક્સપોઝર પૂરૂ પાડવાના ઉદ્દેશ્યથી યુએસએ, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, જ્યોર્જિયા સહિતના દેશોના અગ્રણી શૈક્ષણિક સંસ્થાનો સાથે ૧૦૨ સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત સમર સ્કૂલ, સેમેસ્ટર એક્સચેન્જર અને ઇન્ટરનેશનલ પાથ-વે પ્રોગ્રામ દ્વારા 10૭ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા, યુએસએ, ફ્રાન્સ, ઈટલી, યુકે, ન્યુઝીલેન્ડ, જર્મની અને રશિયાની વિવિધ યુનિ.માં અભ્યાસ કરવાની અમૂલ્ય તક મળી છે.

૭૫ દેશના ૬,૦૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાા છે

નેક એ++ માન્યતા ધરાવતી પારૂલ યુનિ.ના પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને વૈશ્વિક શૈક્ષણિક પદ્ધતિઓ, ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને સમજવાની તક મળી છે. આ ઉપરાંત ફેકલ્ટીના સદસ્યો તેમના વિદેશની યુનિ.ના સદસ્યો સાથે મળીને નોલેજ-એક્સચેન્જ અને સહયોગી રિસર્ચને આગળ વધવા સક્ષમ બન્યા છે. બીજી તરફ હાલમાં ૭૫ દેશના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે
યુજીસી દ્વારા કેટેગરી-૧ યુનિ.ની ઓળખ ધરાવતી પારૂલ યુનિ.એ યુએસએની સાન ડિઆગો સ્ટેટ યુનિવર્સિટી, ફ્રાન્સની આઈએમટી બિઝનેસ સ્કૂલ, કોરિયાની યુનિવર્સિટી ઓફ સીઓલ વગેરે સાથે એમઓયુ કર્યા છે. સ્ટડી ટુર પ્રોગ્રામના ભાગરૂપે ૪૦ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ઓફ વોલંગોંગ, યુનિવર્સિટી ઓફ દુબઈમાં અભ્યાસ કર્યો છે. સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનેડા, રશિયાની આઈએમટીઓ યુનિવર્સિટી, ઇટલીની યુનિવર્સિટી ઓફ બરગામો, યુકેની નોટિંગમ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. બીજી તરફ પાથ વે પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ન્યુઝિલેન્ડની મેસી યુનિવર્સિટી, ફ્રાન્સની નિઓમા બિઝનેસ સ્કૂલ, ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની મુલાકાત લીધી છે. પારૂલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે “વિશ્વના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્યાનો સાથે એમઓયુ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અને સહયોગથી અમે સુનિશ્ચિત કર્યું છે કે વિદ્યાર્થીઓ વિવિધ સંસ્કૃતિ, વિચારો અને અભ્યાસનું પ્રેક્ટીકલ એક્સપોઝર મેળવે. આ પહેલોથી તેમના અભ્યાસની સફર વધુ સુગમ બનવાની સાથે-સાથે તેઓ આત્મવિશ્વાસ કેળવે છે અને વૈશ્વિક સ્તરે તેમની સ્પર્ધાત્મક્તામાં પણ વધારો થાય છે. અમે વૈશ્વિક નેટવર્કને સતત મજબૂત કરી રહ્યાં છીએ ત્યારે અમે દરેક વિદ્યાર્થીન વિશેષ કૌશલ્ય અને તક પૂરી પાડવા માટે કટીબદ્ધ છીએ. જે આંતરરાષ્ટ્રીય તેમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.”

વિદેશ મંત્રી જયશંકર કોન્વોકેશનના મુખ્ય મહેમાન
પારૂલ યુનિ.માં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતો વિદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજિત આંતરરાષ્ટ્રીય દીક્ષાંત સમારોહમાં ભારતના વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો, જેમાં ૬૦૦ થી વધુ ગ્રેજયુએટ્સે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ ભવ્ય સમારોહમાં ૨૭૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ૧૦૦ થી વધુ ગૌરવશાળી માતા-પિતા, ૨૦ વિદેશી અધિકારીઓ, મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં. હાલમાં યુનિ.માં નેપાળ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, ભૂટાન, ઘાના, મ્યાનમાર, યુગાન્ડા, મોરેશિયસ સહિતના દેશોના વિદ્યાર્થીઓ વિવિધ શાખામાં અભ્યાસ કરી રહ્યાં છે, જે ભારતને વિશ્વભરમાં શિક્ષણ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસોમાં યુનિ.નું નોંધપાત્ર યોગદાન સૂચવે છે.

એડમીશન, લોન, વિઝા માટે એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ
વિદેશમાં અભ્યાસ કરવા અંગે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો એક જ સ્થળે ઉકેલ આપવાના આશયથી યુનિ.એ ઈન્ટરનેશલ રિલેશનશીપ સેલનો પ્રારંભકર્યો છે. આ સેલના નિષ્ણાંતો વિદેશી યુનિ.માં એડમીશન, ફી, લોનની પ્રક્રિયા, વિઝા પ્રોસેસ, આઇઈએલટીએસ તથા જર્મન અને ફ્રેંચ લેંગ્વેજની પરીક્ષાઓ પાસ કરવા માટે સચોટ માર્ગદર્શન આપે છે. અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સુવિધાનો લાભ લઈને વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાને સરળતાથી સાકાર કર્યું છે. તેમને ખૂબજ વ્યાજબી ફી ઉપર વિક ડે / વિકેન્ડ બેચની સુવિધા પૂરી પાડવા ઉપરાંત પારૂલ સ્ટડી એબ્રોડ સેન્ટર ખાતે એજયુકેશન લોન મેળવવા પણ સહાય કરાય છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૧૦૦% સ્કોલરશિપ
યુનિ.ની સ્ટડી એબ્રોડ પહેલ હેઠળ ઇરાસ્મસ+મોબિલીટી પ્રોગ્રામમાં સામેલ થનાર વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા સ્કોલરશિપ પૂરી પડાઈ છે, વધુમાં પાથ-વે પ્રોગ્રામમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓને રૂ. ૫ થી રૂ. ૧૦ લાખની જંગી સ્કોલરશિપ પણ અપાઈ છે. યુનિ.ના સીઆઈઆરઆર સેલના કેન્દ્રિત પ્રયાસોથી દર વર્ષે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગ્લોબલ એક્સપોઝર મળ્યું છે. અત્યાર સુધીમાં ૨૫ કર્મચારીઓ અને ૨૦૦ વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૨.૫ કરોડના મૂલ્યની સ્કોલરશિપ મળી છે. હાલમાં યુનિ.ના અંદાજે ૧૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.

Most Popular

To Top