દરેક પ્રદેશની આગવી ઓળખ હોય. કચ્છમાં પાલરપાણી તરીકે ઓળખાય તે વરસાદનું ભેગુ કરેલ ઘરના ટાંકાનું પાણી. ધરતીકંપનો સતત ભય વચ્ચે પણ પ્રજા બિન્દાસ રહે. દીવાલોને લીપી આભલાંથી શણગારવી એ કચ્છીપ્રજાનો શોખ. સવારે આઠેક વાગ્યે અમે ભૂજ રીસોર્ટ પર પહોંચ્યા ભાષા, બોલી મીઠ્ઠી સાંભળવી ગમે એવી હોટલનો દેખાવ સ્વચ્છ રણિયામણો. કાઉન્ટર પરથી પ્રશ્ન થયો તોકે કુરૂ ખપે તો? ભાષા સમજી શકાય એવી. અપવાદ રૂપે પણ તોછડાઈ નહીં સંભળાયે. જાણે કચ્છનો કેકારવ! તમારે શું જોઇએ છે? આભલાં, કચ્છી ભરત, ગુંથણ, રબારી, જત, મૂતવા ઊડીને આંખે વળગે એવી કારીગીરી ઘર તંબુ સહેલાઇથી બદલી શકાય એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાય એવાં કચ્છમાં વહાણવટીઓ ગીત લલકારે તેને હમ્ભા કહેવાય.
માંડવી, અંજાર (છરીચપ્પુ પ્રખ્યાત) ભૂજ માતાનો મઢ, સફેદ રણ, કંડલાબંદર આ પ્રદેશને શોભાવે છે. ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચને સાચુ કહ્યું છે. ‘જીસને કચ્છ નહીં દેખા ઉસને કુછ નહીં દેખા’ જગડુશા-વસ્તુપાલે જરૂરિયાત સમયે ગોડાઉનો ખૂલ્લા મૂકી દીધેલા. ક્રાંતીવર શ્યામજીકૃષ્ણ વર્માની યાદમાં એક મેમોરિયલ ફાઉન્ડેશન જ જોવા જેવું આ ભૂલાયેલ ક્રાંતિવીરને પુન: ધબકતાં કર્યા. નરેન્દ્રમોદીજીએ. ટાઈમ આંતરરાષ્ટ્રીય મેગેઝીનનું કવરપેજ પ્રાપ્ત કર્યું હતું. ગત સદીમાં સુરત, ભરૂચ, અ’વાદ જેવા સ્થળોએ પાણીના ટાંકા જોવા મળતાં.
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.