દેશમાં પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ચૂંટણી જાહેર થઈ છે. ગુજરાતમાં પણ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામવાનો છે. ખાસ તો મહાનગર પાલિકાઓની ચૂંટણી ઘણી જગ્યા એ બહુ પાખીયો જંગ થવાનો છે. રાજકીય પક્ષો દેશની રાજનીતિમાં હમેશા ધ્રુવીકરણ પર ભાર મૂકે છે. ધર્મ, જ્ઞાતિ, જાતિના સમીકરણો છેલ્લે તો નિર્ણાયક બને છે. ગુજરાત માટે ભાગે દ્વિ પક્ષીય રાજનીતિ માટે ટેવાયેલું છે એટલે કેજરીવાલ જેવું ફેક્ટર અહી ઊભું થતું નથી. બંને મોટાં પક્ષો ચૂંટણી માટે કમર કસી છે, પણ આપણે એ બધામાં નથી પડવું, આપણે વાત કરવી છે આપણી સામાન્ય પ્રજાની જરૂરિયાતોની.
ચૂંટણીમાં અહીં તો આપણી રોજીંદી ફરિયાદો માટે વોટ આપવાનો હોય નગરનો મતલબ જ છે નળ, ગટર અને રસ્તા. મતલબ કે પાયાની સુવિધાઓ. આપણા શહેરની ગટર વ્યવસ્થા શું છે? રસ્તાની હાલત કેવી છે? પાણી આવે છે કે નહીં. સ્માર્ટ સીટીના વાયદામાં આ પાયાની જરૂરિયાતો ખોવાઈ ના જાય તે જોવું રહ્યું. ભારતના બંધારણ મુજબ સમવય વ્યવસ્થામાં સત્તાની ત્રણ સ્તરે વહેચણી થયેલી છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બંધારણમાં આ ત્રણેય સત્તાઓ એ કરવાના કામ અને તે માટે ઉઘરાવવાના વેરા વહેચી આપવામાં આવ્યા છે. કાર્યક્ષમતાના નિયમ મુજબ જે સત્તા જે કામ સારી રીતે કરે તેને તે વહેચાવવામાં આવ્યું છે એટલે આપણા રોજીંદા જીવનની બધી જ જરૂરિયાતો સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવી છે.
રસ્તા, પાણી, ગટર, જાહેર રસ્તાની વીજળી અને પ્રાથમિક શિક્ષણ જેવી અત્યંત મહત્ત્વની જરૂરિયાતો. આ સ્થાનિક સંસ્થાઓ એ આપવાની છે ફરજ તરીકે આપણે પણ આ સમજવાનું છે કે આપણે વોટ આપીએ ત્યારે આ કામગીરી સારી રીતે જે કરે અથવા કરવાનું વચન આપે તેને આપણે વોટ આપવાનો છે. રાજકીય પક્ષો વચન આપવામાં પાછા પડતા નથી. બધા જ પક્ષો વિઝન ૨૦૧૫ રજૂ કરી રહ્યા છે, પણ ખરેખર તો આપણે પ્રજાએ આ પક્ષોને કહેવું જોઈએ કે ઊભા રહો તમે અમને વચન ના આપો. અમારે તમારો ચૂંટણી ઢંઢેરો નથી સંભાળવો. અમે કહીએ તે તમે સાંભળો.
આ ચૂંટણીમાં પછી એ મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, ભાવનગર હોય કે જામનગર, સુરત હોય કે અમદાવાદ બધાને સરખી રીતે લાગુ પડતી કેટલીક બાબતો અહીં રજૂ કરીએ છીએ કે પ્રજા તરીકે તમે આ બાબતોની માગણી કરો. ૧. સૌ પ્રથમ તો આપણો મત એને જ મળે જે પીવાનું ચોખું પાણી દિવસમાં એકવાર તો આપે જ! ૨. શહેરોનો બીજો મોટો પ્રશ્ન ટ્રાફિકનો છે. નવી સરકારો રસ્તા પહોળા કરે, નવા કરે અને અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં બીઆરટીએસનો પુનર્વિચાર કરે એટલુ જ નહીં જે શહેરોમાં હજુ બીઆરટીએસ ચાલુ નથી થઇ ત્યાં આવી ભૂલ ના કરે. આપણે ત્યાં દિન-પ્રતિદિન વાહનો વધતા જાય છે, ગીચ રસ્તાઓમાં ઘરો તોડીને રસ્તા પહોળા કરવામાં આવ્યા ત્યારે આ બીઆરટીએસથી તે વધુ સંકડા થયા છે.
૩. આપણું પ્રાથમિક શિક્ષણ સાવ ખડે ગયું છે. ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો નગરપાલિકાની સ્કૂલમાં ભણવા જતા જ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવા જેવું કામ હોય તો એ છે કે શિક્ષણ અને તે માટેની સ્કૂલો સુધારે! ૪. તમામ શહેરોમાં જાહેર રસ્તા પરના દબાણો વધી રહ્યા છે. એક સર્વગ્રાહી નીતિ દ્વારા રાજ્ય સરકારને સાથે રાખીને આ તમામ દબાણો દૂર કરે એવી સરકાર આપણે જોઇએ. આ કામ અઘરું છે કારણ અહીં દરેક પક્ષના લગતા વળગતા નેતાઓના જ જાહેર જમીનો પર દબાણો છે માટે જ તેમના વહીવટી તંત્ર પર દબાણો છે.
૫. હમણાંથી ખાનગીકરણ અને કોન્ટ્રકટ આપવાનો સૌને રોગ લાગ્યો છે. સફાઈના કોન્ટ્રકટ, વહીવટના કોન્ટ્રકટ. આપણે આ કોન્ટ્રકટ સિસ્ટમનો વિરોધ કરવાનો છે. બાગ-બગીચામાં ફીનો વિરોધ કરવાનો છે. એક બાજુ વેરા પણ ભરવાના અને બીજી બાજુ ફી પણ આપવાની તો આ સરકારો શું કરવાની? દરેક પક્ષ પોતાનો વચન વેભાવ ભલે કરે આપણે સ્પષ્ટ રીતે આપણી માંગણીઓ મુકવી જોઈએ. હવે પ્રજાએ નેતાઓને કહેવાનું છે કે અઆરે આ બધું જોઇએ છે. જે શાસકો આ આપશે તેને અમે મત આપીશું! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ પર લદાય તે જરૂરી છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે