અમદાવાદ : રાજ્યભરના મહાનગરોમાં બે દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આવતીકાલ તા. ૨૧ માર્ચના રોજ કૃષિ મંત્રી જીતુ વાઘાણી શુભારંભ કરાવશે.
આ ઉપરાંત વિવિધ મહાનગરોમાં પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને “મિલેટ મહોત્સવ”નો પ્રારંભ કરાવશે.
અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં ૮૫ અને અન્ય શહેરોમાં ૬૨૦ મળી રાજ્યભરમાં કુલ ૭૦૦થી વધુ સ્ટોલ્સ વિવિધ ખેડૂતો, FPO અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો સીધો અને યોગ્ય ભાવ મળશે.
આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણ જમાવશે. નાગરિકો અહીં મિલેટની શુદ્ધ બનાવટો ખરીદી શકશે અને મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનો પણ સ્વાદ માણી શકશે.